૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨,૫૮,૦૮૯ નવા વધુ કેસ નોંધાયા
નવી દિલ્હી: ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૨,૫૮,૦૮૯ કેસ નોંધાયા હતા, એમ આરોગ્ય ખાતા દ્વારા સોમવારે સવારે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યાનો આંક વધીને ૩,૭૩,૮૦,૨૫૩ થઈ ગયો હતો. ઓમાઈક્રોનના ૮,૨૦૯ કેસનો પણ આમાં સમાવેશ થાય છે અને તેમાંથી ૩,૧૦૯ દરદી સાજા થઈ ગયા છે કે પછી અન્યત્ર સ્થળાંતર કરી ગયા છે, એમ આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું.
કોરોનાના સક્રિય કેસનો આંક વધીને ૧૬,૫૬,૩૪૧ થઈ ગયા હતા, જે છેલ્લાં ૨૩૦ દિવસનો સર્વાધિક છે.
૨૪ કલાકમાં કોરોનાને કારણે વધુ ૩૮૫ જણનાં મોત થયાં હતાં. આ સાથે જ દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનો કુલ આંક ૪,૮૬,૪૫૧ થઈ ગયો હતો. કોરોનાનો દૈનિક પૉઝિટિવિટી દર ૧૯.૬૫ અને અઠવાડિક પૉઝિટિવિટી દર ૧૪.૪૧ ટકા રહ્યો હતો. દેશમાં કોરોનાના ૩,૫૨,૩૭,૪૬૧ દરદી સાજા થઈ ગયા છે.
દેશમાં અત્યાર સુધીમાં વૅક્સિનના ૧૫૭.૨૦ કરોડ કરતા પણ વધુ ડૉઝ આપી દેવામાં આવ્યા છે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. (એજન્સી)ઉ