મને બૅટિંગમાં ઉપલા ક્રમે મોકલવામાં આવશે એવું અગાઉ કહેવામાં આવ્યું હતું: અશ્ર્વિન
નવી મુંબઇ: રાજસ્થાન રોયલ્સ (આરઆર)ના બૉલર રવિચંદ્રન અશ્ર્વિને આઇપીએલ સિઝન પહેલાં જે બેટિંગ પ્રેક્ટિસ કરી હતી તે એને કામ લાગી ખરી. બુધવારની દિલ્હી કેપિટલ્સ (ડીસી) સામેની મેચમાં તેને ત્રીજા ક્રમાંકે મોકલવામાં આવ્યો અને ૩૮ બૉલમાં અર્ધ શતક ફટકારવામાં એ સફળ થયો. એ કહે છે કે મને કહેવામાં આવ્યું હતું કે બૅટિંગમાં તને ઉપલા ક્રમે મોકલવામાં આવે પણ ખરો.
અશ્ર્વિને એ જાતની તૈયારી પણ રાખી હતી. ઘણી પ્રેક્ટિસ મેચોમાં તેણે ઓપનિંગ બેટ્સમેન તરીકેની પ્રેક્ટિસ પણ કરી હતી. આ મહેનત લેખે લાગી. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં તેને ત્રીજા ક્રમે બૅટિંગમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય ટીમ અને અશ્ર્વિન બન્નેને ફળ્યો.
જોકે એ અલગ વાત છે કે રાજસ્થાનને ૧૬૦ રનના સ્કોર સુધી સીમિત રાખવામાં દિલ્હી સફળ થયું. દિલ્હીએ ૧૧ બૉલ બાકી હતા ત્યારે જ ૧૬૧ રન બનાવીને આ મેચ જીતી
લીધી હતી. ઉ