ગરમીના પારા સાથે તમારા મગજનો પણ પારો ચડી રહ્યો છે? અપનાવો આ ઉપાય અને ગુસ્સાને કરી લો નિયંત્રિત

શું તમને ખબર છે કે ગરમીને કારણે મગજના તાપમાનનો પારો પણ ઊંચો જાય છે? જેમ જેમ તાપમાન વધે તેમ ગુસ્સો પણ વધુ આવે છે? આ અમે નથી કહેતા પણ રિસર્ચ કહે છે. હા, એક સંશોધનમાં સામે આવ્યું છે કે ગરમીમાં માણસ વધુ હિંસક થઇ જાય છે.
આમ થવા પાછળનું કારણ જણાવતા નિષ્ણાંતો કહે છે કે ઊનાળામાં માનવ શરીરમાં સ્ટ્રેસ હોર્મોન વધવા લાગે છે. સ્ટ્રેસ હોર્મોનને કોર્ટિસોલ કહેવાય છે. શિયાળામાં કોર્ટિસોલનું લેવલ ઓછું રહે છે. જોકે, ગરમી વધતાની સાથે કોર્ટિસોલનું લેવલ વધતું જાય છે જેના કારણે શરીરને નુકસાન પહોંચે છે.
સરળ ભાષામાં કહીએ તો ઉનાળામાં ગરમીનો પારો ઊંચો રહેતો હોવાથી તેની સૌથી વધુ અસર મગજને થાય છે. મગજને પૂરતો ઓક્સિજન અને હાઇડ્રેશન મળતું નથી ત્યારે તે પ્રતિક્રિયા આપે છે. એટલે આપણે હતાશા, તણાવ, ગુસ્સો અનુભવીએ છીએ.
ચાલો જાણીએ મગજને શાંત રાખવાના ઉપાય
કહેવાય છે કે આપણા આહારની અસર પણ આપણા મૂડ પર થાય છે. એટલે એ વાત પણ જાણવી ખૂબ જરૂરી છે કે શું ખાવાથી મગજ શાંત રહે. મગજને શાંત રાખવા માટે નારિયેળ પાણી, લીલી શાકભાજી અને ફળોનું સેવન કરો. ભરપૂર પ્રમાણમાં પાણી પીવો. વધુ પડતા તેલ મસાલાવાળો ખોરાક ખાવાનું ટાળો. સવાર-સાંજ લીલા ઘાસ પર ચાલો. યોગ કરો. પૂરતા પ્રમાણમાં ઉંઘ લો.