ગુજરાતના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના એક માછીમારનું પાકિસ્તાનની જેલમાં રહસ્યમય રીતે મોત થયું હતું. વેરાવળના આ માછીમારને એક વર્ષ પહેલા પાકિસ્તાની મરીન એજન્સી દરિયામાંથી ઉઠાવી ગઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના માછીમારનું પાકિસ્તાનની જેલમાં અજ્ઞાત કારણોસર મૃત્યુ થયું હતું. મૃતક જયંતિ સોલંકી ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ગામનો રહેવાસી હતો. જેનું અઠવાડિયા પહેલા પાકિસ્તાની જેલમાં મોત થયું હતું, પરંતુ સ્થાનિક અધિકારીઓ દ્વારા રવિવારે માહિતી મળી હતી. માછીમારનો મૃતદેહ મેળવવા વેરાવળથી ગુજરાત ફિશરીઝ વિભાગની એક ટીમ પંજાબની વાઘા-અટારી બોર્ડર પર પહોંચી છે, એવું ફિશરીઝ ઓફિસર વિશાલ ગોહેલે જણાવ્યું હતું.
ગોહેલે એવું પણ કહ્યું હતું કે અમારી ટીમ પહેલેથી જ અટારી-વાઘા બોર્ડર પર પહોંચી ગઈ છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આજે રાત સુધીમાં મૃતદેહ અમને સોંપવામાં આવશે અને સુત્રાપાડા ખાતે પરિવારના સભ્યોને સોંપવામાં આવશે.
પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસમાંથી માછીમાર સોલંકીના મોતની જાણ થતા કેન્દ્ર સરકારે ગુજરાત ફિશરીઝ વિભાગને આગળની પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સોલંકી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણ અને દાદરા અને નગર હવેલીના વણકબારા ગામનો વતની હોવાનું બહાર આવ્યું છે.એક વર્ષ પહેલા અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીકથી અન્ય માછીમારો સાથે ‘રસૂલ સાગર’ બોટમાં સવાર હતો ત્યારે તેની પાકિસ્તાન મેરીટાઈમ સિક્યોરિટી એજન્સી દ્વ્રારા ધરપકડ કરવામાં આવી હતી.
સોલંકી વણકબારાનો વતની હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી સુત્રાપાડા ખાતે તેના પરિવાર અને સાસરિયાઓ સાથે રહેતો હતો. છેલ્લા એક વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હતો. ઉ