ફનવર્લ્ડ જ્ઞાન સાથે ગમ્મત

પ્રિય વાચકો,
જ્ઞાન સાથે ગમ્મત આપતા ‘મુંબઈ સમાચાર’ના ફનવર્લ્ડને પ્રેમભર્યો આવકાર આપી ચતુર વાચકો એમાં સહભાગી થતા રહ્યા છે. આજથી આ મનોરંજન નવા સ્વરૂપે તમારી સામે હાજર થાય છે. ખાતરી છે કે તમે બમણા ઉત્સાહથી એમાં ભાગ લેતા રહેશો - તંત્રી.
પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
------
વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી
બુધવાર સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.
funworld@bombaysamachar.com
-------
ઓળખાણ રાખો
હરિપ્રસાદ વ્યાસ રચિત બાળવાર્તાના અત્યંત લોકપ્રિય પ્રાણીપાત્રની ઓળખાણ પડી?
-----
અ) તભા ભટ્ટ
બ) બકોર પટેલ
ક) અડુકિયો
-------
ગુજરાત મોરી મોરી રે
સાહિત્યમાં કવિતા, ટૂંકી વાર્તા, પ્રવાસવર્ણન વગેરેમાં માતબર પ્રદાન કરનાર ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર કયા ઉપનામથી વધુ જાણીતા હતા?
અ) સ્વૈરવિહારી બ) ઉશનસ ક) સુંદરમ
-------
માતૃભાષાની મહેક
આજનો શબ્દ છે ભ્રાંતિ
ભ્રાંતિ એટલે વહેમ કે ખોટો વિચાર, જૂઠો તર્ક, ગૂંચવણ, ભ્રમ. પ્રતીતિ પછી વિરોધી અનુભવ થાય એને ભ્રાંતિ કહે છે. છીપમાં રૂપાની પ્રતીતિ થયા પછી એ રૂપું નથી એવો અનુભવ થાય છે. આમ છીપમાં રૂપાની પ્રતીતિ એ ભ્રાંતિ છે.
------
ભાષા વૈભવ...
ગુજરાતી - અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
કાજુ PISTACHIO
જરદાળ WALNUT
પિસ્તા FIG
અખરોટ CASHEW NUT
અંજીર APRICOT
-------
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
રાતા રાતા રતનજી ને પેટમાં રાખે પાણા,
ગામે ગામે થાય, એને ખાય રંક ને રાણા.
--------
ઈર્શાદ
આખ્ખા ઘરમાં માર્યો આંટો, કોણ મળ્યું કહું? સન્નાટો. ફૂલ જરા એ રીતે ચૂંટો, મ્હેક પર ન પડે લિસોટો.
-- જિગર જોષી ‘પ્રેમ’
------
માઈન્ડ ગેમ
૧૫૦ રૂપિયાની ખરીદ કિંમતની વસ્તુ પર ૩૦ ટકા નફો મેળવવા એ વસ્તુ કયા ભાવે વેચવી જોઈએ?
-------
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
બદામ ALMOND
ચોખા RICE
ઘઉં WHEAT
બાજરી MILLET
ભોંયશિંગ GROUNDNUT
-------
ઓળખાણ પડી?
લિંકન
--------
ચતુર આપો જવાબ- ઉખાણું ઉકેલો
જ્વાળામુખી
-------
માઈન્ડ ગેમ
૮ સેન્ટિમીટર
------
ગુજરાત મોરી મોરી રે
કલાપી
-------
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) વિજય ગરોડિયા (૨) નિતા દેસાઈ (૩) સુભાષ મોમાયા (૪) મૂળરાજ કપૂર (૫) કિશોરકુમાર જીવણદાસ વેદ (૬) ભારતી બુચ (૭) શ્રદ્ધા આશર (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) મિસિસ. ભારતી કટકિયા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) મહેશ દોશી (૧૨) શીરીન ઔરંગાબાદવાળા (૧૩) તાહેર ઔરંગાબાદવાળા (૧૪) લજીતા ખોના (૧૫) હરીશ જી. સુતરીયા (૧૬) નિખિલ બેંગાલી (૧૭) અમીષી બેંગાલી (૧૮) ખુશ્રુ કાપડિયા (૧૯) પુષ્પા પટેલ (૨૦) પ્રવીણ વોરા (૨૧) મહેન્દ્ર લોઢાવિયા (૨૨) રંજન લોઢાવિયા (૨૩) અશોક સંઘવી (૨૪) મનીષ શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) મીનળ કાપડિયા (૨૭) હર્ષા મહેતા (૨૮) ભાવના કર્વે (૨૯) જ્યોતિ ખાંડવાલા (૩૦) મીના હર્ષ શાહ (૩૧) કલ્પના આશર (૩૨) રમેશ ગંગારામ કાપડિયા (૩૩) રંજન રમેશ કાપડિયા (૩૪) અંજુ ટોલિયા (૩૫) નિતિન જે. બજરીયા (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) દિલીપ પરીખ (૩૯) વીણા સંપટ (૪૦) દેવેન્દ્ર સંપટ (૪૧) જયવંત પદમશી ચિખલ (૪૨) અરવિંદ કામદાર (૪૩) જ્યોત્સના ગાંધી (૪૪) રમેશ દલાલ (૪૫) ઈનાક્ષી દલાલ (૪૬) હિના દલાલ (૪૭) ધર્મેન્દ્ર ઓઝા (૪૮) વિભા ઓઝા (૪૯) ભરત ત્રિવેદી (૫૦) રસિક જુઠાણી (ટોરન્ટો-કેનેડા) (૫૧) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી