ફનવર્લ્ડ જ્ઞાન સાથે ગમ્મત

પ્રિય વાચકો,
જ્ઞાન સાથે ગમ્મત આપતા ‘મુંબઈ સમાચાર’ના ફનવર્લ્ડને પ્રેમભર્યો આવકાર આપી ચતુર વાચકો એમાં સહભાગી થતા રહ્યા છે. આજથી આ મનોરંજન નવા સ્વરૂપે તમારી સામે હાજર થાય છે. ખાતરી છે કે તમે બમણા ઉત્સાહથી એમાં ભાગ લેતા રહેશો - તંત્રી.
પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
--------
વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી
મંગળવાર સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.
funworld@bombaysamachar.com
--------
ઓળખાણ રાખો
દ્રૌપદીનું ચીરહરણ કરનાર કૌરવ પુત્રને ઓળખ્યો?
અ) દુર્યોધન બ) યુયુત્સુ
ક) દુ:શાસન
------
ગુજરાત મોરી મોરી રે
૭૦૦ કિલોમીટરથી લાંબો પટ ધરાવતી અને ત્રણ રાજ્યમાંથી વહેતી તાપી નદી ગુજરાતના કયા અગ્રણી શહેરમાંથી વહે છે એ જણાવો.
અ) સુરત બ) ભરૂચ ક) જૂનાગઢ
------
માતૃભાષાની મહેક
આજનો શબ્દ છે આકાશ.
જાણીને નવાઈ લાગશે કે આકાશનો એક અર્થ મીંડું બતાવનારી સંજ્ઞા પણ થાય છે. જેમ કે સંવત અદ્વૈત સાગર સાતે ત્રિગુણને આકાશ રે. અહીં અદ્વૈત = ૧, સાગર સાતે = ૭, ત્રિગુણ = ૩ અને આકાશ = ૦. એટલે કે સંવત ૧૭૩૦. ભાષા કેવી અજીબ હોય છે.
------
ભાષા વૈભવ...
જોડી જમાવો
A B
પાણડૂબી SAIL
આગબોટ SUBMARIN
તરાપો MERMAID
સઢ RAFT
મત્સ્યક્ધયા STEAMER
---------
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
બોજો ખેંચું પણ ગધેડો નહીં, ઘાણી પીલું પણ ઘાંચી નહીં,
ગાડી જોડે પણ ઘોડો નહીં, ખેતર ખેડું પણ ખેડૂત નહીં.
અ) ઘોડો બ) બળદ ક) સાઈકલ ડ) ટ્રેક્ટર
-----
ઈર્શાદ
જે વ્યથાને અડકે નહીં, એ કલા અધૂરી છે,
જે કલમથી ટપકે નહીં, એ વ્યથા અધૂરી છે.
-- રઈશ મનીઆર
-----
માઈન્ડ ગેમ
૧૨ બાજુ ધરાવતી આકૃતિ કયા નામથી ઓળખાય છે?
અ) ષટકોણ બ) બહુકોણ ક) દ્વાદશકોણ
------
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
પરી FAIRY
રાક્ષસ DEMON
દેવદૂત ANGEL
સાધુસંત SAINT
દૈવી સ્વરૂપ DEITY
------
માઈન્ડ ગેમ
વર્તુળ
------
ઓળખાણ પડી?
નીતીશ ભારદ્વાજ
------
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
હીંચકો
-----
ગુજરાત મોરી મોરી રે
પાવાગઢ
-----
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) વિજય ગરોડિયા (૨) નિતા દેસાઈ (૩) સુભાષ મોમાયા (૪) મૂળરાજ કપૂર (૫) કિશોરકુમાર જીવણદાસ વેદ (૬) ભારતી બુચ (૭) શ્રદ્ધા આશર (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) મિસિસ. ભારતી કટકિયા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) મહેશ દોશી (૧૨) શીરીન ઔરંગાબાદવાળા (૧૩) તાહેર ઔરંગાબાદવાળા (૧૪) લજીતા ખોના (૧૫) હરીશ જી. સુતરીયા (૧૬) નિખિલ બેંગાલી (૧૭) અમીષી બેંગાલી (૧૮) ખુશ્રુ કાપડિયા (૧૯) પુષ્પા પટેલ (૨૦) પ્રવીણ વોરા (૨૧) મહેન્દ્ર લોઢાવિયા (૨૨) રંજન લોઢાવિયા (૨૩) અશોક સંઘવી (૨૪) મનીષ શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) મીનળ કાપડિયા (૨૭) હર્ષા મહેતા (૨૮) ભાવના કર્વે (૨૯) જ્યોતિ ખાંડવાલા (૩૦) મીના હર્ષ શાહ (૩૧) કલ્પના આશર (૩૨) રમેશ ગંગારામ કાપડિયા (૩૩) રંજન રમેશ કાપડિયા (૩૪) અંજુ ટોલિયા (૩૫) નિતિન જે. બજરીયા (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) દિલીપ પરીખ (૩૯) વીણા સંપટ (૪૦) દેવેન્દ્ર સંપટ (૪૧) જયવંત પદમશી ચિખલ (૪૨) અરવિંદ કામદાર (૪૩) જ્યોત્સના ગાંધી (૪૪) રમેશ દલાલ (૪૫) ઈનાક્ષી દલાલ (૪૬) હિના દલાલ (૪૭) ધર્મેન્દ્ર ઓઝા (૪૮) વિભા ઓઝા (૪૯) ભરત ત્રિવેદી (૫૦) રસિક જુઠાણી (ટોરન્ટો-કેનેડા) (૫૧) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી