યુવતીમાંથી બન્યો યુવક અને યુવકમાંથી પાછી યુવતી
દુનિયામાં જાત જાતના લોકો રહે છે અને જેટલા અલગ અલગ લોકો એટલા જ અલગ અલગ તેમના શોખ... આજે આપણે અહીં વાત કરીશું એક આવા જ વિચિત્ર કેસ વિશે, પણ એ માટે આપણે પહેલાં પહોંચી જવું પડશે અમેરિકાના મિશિગન સિટીમાં. આ શહેરમાં રહેતી એક ૨૭ વર્ષની યુવતી આલિયાને લાગ્યું કે તે એક પુરુષ છે અને તેનો જન્મ મહિલા તરીકે થયો છે. બસ, કોઈ પણ રીતે તે પોતાનું જેન્ડર ચેન્જ કરાવીને પુરુષ બની ગઈ હતી. જ્યારે તેણે આ બાબતે પરિવાર સાથે વાત કરી ત્યારે તેના પરિવારના લોકો ખૂબ જ ગુસ્સે થયા, પરંતુ ઘરવાલે તો ઘરવાલે હોતે હૈ... માની ગયા. આલિયાને ૧૮ વર્ષની ઉંમરમાં ખ્યાલ આવ્યો કે તે એક ટ્રાન્સજેન્ડર છે, બસ પછી તો તેણે એક મેલ સરનેમ રાખી અને પુરુષોની જેમ જ કપડાં પહેરવા લાગી. બે વર્ષ બાદ તેણે ડૉક્ટરને ક્ધસલ્ટ કર્યા જેમણે તેને જણાવ્યું કે તેણે ટેસ્ટોસ્ટેરોન વધારવા માટે પુરુષ હોર્મોન લેવા પડશે અને ડબલ માસ્ટક્ટોમીમાંથી પણ પસાર થવું પડશે. તેણે પોતાની ટ્રીટમેન્ટ પણ શરૂ કરાવી હતી, પરંતુ થોડાં વર્ષો પછી અહેસાસ થયો કે તે ડી-ટ્રાન્જિશન કરાવવા માગે છે અને ફેબ્રુઆરી, ૨૦૨૧માં પુરુષ હોર્મોન લેવાનું બંધ કરી દીધું અને ફરીથી આલિયા નામથી પોતાની જિંદગી જીવી રહી છે. પોતાના આ અનુભવ વિશે આલિયા જણાવે છે કે ‘જ્યારે મેં મારું જેન્ડર બદલ્યું તો મારા પરિવારની સાથે સાથે મારા માટે પણ સારું નહોતું. મારાં દાદા-દાદીએ મને મારા નવા રૂપમાં સ્વીકારી હતી, પરંતુ જેમ જેમ મારાં રંગરૂપ બદલાતાં ગયાં, મારા ઘરના લોકો પણ મને સમજવા લાગ્યા. હવે મને સર્જરી અથવા હોર્મોન લેવા મારા નિર્ણય પર બિલકુલ પસ્તાવો નથી. મેં મારા શરીરમાં થતા ફેરફારો માટે ઘણી સારવાર અને સર્જરી કરાવી છે. ઘણી વખત લેસર હેર રિમૂવલ પણ કરાવ્યું હતું. અત્યારે હું આ રૂપમાં રહેવા માગું છું, પરંતુ ભવિષ્યમાં મારો ઈરાદો બદલાઈ શકે છે.’
આલિયા જણાવે છે કે જ્યારથી તેણે હોર્મોન લેવાનું બંધ કરી દીધું છે, તેના ટેસ્ટોસ્ટેરોનમાં ઘણો ઘટાડો આવ્યો છે, પરંતુ તેનું એસ્ટ્રોજન લેવલ યથાવત છે. ઘણા લોકોએ મારા આ સ્વરૂપ વિશે સવાલ પણ ઉઠાવ્યા, પરંતુ મને હવે કોઈનાથી કોઈ ફરક નથી પડતો. હું મારા રૂપમાં ખુશ છું. આલિયાએ જણાવ્યું કે, જ્યારે હું નાની હતી ત્યારે છોકરી જેવી હતી, પરંતુ જેમ જેમ હું મોટી થઈ મારી પસંદ બદલાવા લાગી. ૧૨ વર્ષની ઉંમર સુધી ટોમ બોયના રૂપમાં રહી. ટીનેજર દરમિયાન હું યુવાન મહિલાઓ જેવી હરકત કરતી હતી, જેમ કે છોકરાઓને ડેટ કરવા, છોકરીઓની જેમ મેકઅપ કરવો. ૧૯ વર્ષની ઉંમરમાં મને અહેસાસ થયો કે હું એક ખોટા શરીરમાં છું. તેના પછી મેં મારા પરિવારના લોકોને જણાવ્યું કે હું એક ટ્રાન્સજેન્ડરના સ્વરૂપમાં રહેવા માગું છું. તેના પછી મેં મારું નામ ઈસ્સા ઈસ્માઈલ કરી દીધું છે. આલિયાએ જે નિર્ણય લીધો એ નિર્ણય લેવા માટે ચોક્કસ જ હિંમતની જરૂર પડે છે અને આલિયાએ એ હિંમત દેખાડી એટલું જ નહીં, પણ તેણે પોતે લીધેલો નિર્ણય ખોટો લાગતાં ફરી તે પોતાના મૂળ રૂપમાં પાછી ફરી...