મહેમદાવાદના માજી ધારાસભ્ય દારૂની પાર્ટી કરતા ઝડપાયા: સાત સાગરીતોની પણ અટકાયત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ખેડા જિલ્લાના મહેમદાવાદના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સહિત સાત લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લા પોલીસે ગુરુવારની મોડી રાત્રે બાતમીના આધારે કતકપુરા ભાટિયા લાટમાં એક ખાનગી ટ્રેડર્સના ગોડાઉનના પાછળના ભાગે દારૂની ચાલતી મહેફિલમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન લાકડાના માચડા પર બેસી દારૂની મહેફિલ માણતાં મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય અને શા. શિક્ષણના અધ્યાપક ગૌતમ ચૌહાણ સહિત આઠ વ્યક્તિઓને પોલીસે ઇંગ્લિશ દારૂની ચાર બોટલો સહિત બે કાર અને એક બાઇક તથા સાત મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧૨.૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશનનો ગુનો નોંધી ધરપકડ કરી લીધી હતી. ઉ