પાંચ: ભાષામાં પણ પાંચમાં પુછાય છે

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
ગણિતની નજરે પાંચ એટલે ચાર પછી આવતી એક સંખ્યા છે, પણ ભાષામાં એના અલગ જ ઠાઠ છે. જાતજાતના અને ભાતભાતના અર્થ પાંચને અનુલક્ષીને જોવા મળે છે. પાંચનો બહુમુખી ઉપયોગ અને એનો પ્રભાવ જોયા પછી તમે જરૂર કહેશો કે આ પાંચ ભાષામાં પણ પાંચમા પૂછાય છે. આપણી સંસ્કૃતિમાં પ્રભુ સ્મરણ સાથે શરૂઆત કરવાનો રિવાજ છે એટલે પહેલા વાત કરીએ પાંચ ત્યાં પરમેશ્ર્વરની. મતલબ કે ઘણા લોકો કહે તે સાચું. આ કહેવત પંચ બોલે તે પરમેશ્ર્વર તરીકે પણ જાણીતી છે. પાંચ માણસમાં પૂછાય તેવું એટલે સલાહ લેવા લાયક વ્યક્તિ. પાંચ લોકમાં એટલે સારા માણસોમાં, બધે. એના પરથી પાંચ લોકમાં પૂજાવું એટલે જાહેરમાં માનપાન મળવું. હવે પાંચને કારણે સર્જાતા સાવ વિપરીત અર્થ જોઈએ. એ વાંચી ‘પાંચમા પૂછાવામાં મજા નથી’ એમ તમે કહેશો. પાંચશેરી એટલે પાંચ શેર વજન (રૂપિયાભારનું એક વજન અને એટલું માપ, આજના પાંચસો ગ્રામથી થોડું ઓછું)નું કાટલું. એના પરથી અંધારે પાંચશેરી કૂટવી એટલે વગર સમજ્યે ખોટી માથાકૂટ કરવી. કોથળામાં પાંચશેરી એટલે ઉપરથી ન જણાય પણ અંદરથી અસર કરે તેવી બાબત. જોઈ ન શકાય તેવો ગુપ્ત પ્રહાર. પાંચ પાંચ શેરની ઝીંકવી એટલે બહુ ભૂંડી ગાળો દેવી. તીન પાંચ કરવું એટલે વાતચીતમાં મિજાજ કરવો.
પાંચ પાપ: ચૂલો, ઘંટી, સાવરણી, ખાંડણિયો અને પાણિયારું એ પાંચ સાધનમાં જાણે અજાણે જીવાત મરતી હોવાથી તે પાંચ પાપ ગણાય છે. અમ્લ પંચક એટલે ખાવાની પાંચ ખાટી વસ્તુ જેમાં બોર, દાડમ, કોકમ, ચૂકો અને અમ્લવેતસનો સમાવેશ હોય છે. ચૂકો એટલે એક જાતની વનસ્પતિ. તેની ખાટી ભાજી થાય છે. અમ્લવેતસ પણ ભાજીનો જ એક પ્રકાર છે. ક્ષાર પંચક એટલે ખાખરાનો, કમળનો, જવનો, તલસરાંનો ક્ષાર અને સાજીખાર. તલસરાં એટલે તલ ખંખેરી લીધેલા છોડવા. સાજીખાર એટલે સોડા બાય કાર્બ જે રસોઈમાં વપરાય છે. દેવ પંચક એટલે ગણપતિ, ગૌરી, ભાનુ, હરિ અને હર એમ પાંચ દેવનો સમૂહ. મિત્ર પંચક એટલે ઘી, મધ, ગૂગળ, ચણોઠી અને ટંકણખાર. ગૂગળ એટલે બાળતાં સુગંધ આપનારો એક જાતનો ગુંદર. ટંકણખાર એક જાતનો ક્ષાર છે. આ પાંચેય વસ્તુ શરીરનો સાથ આપનારી હોવાથી મિત્ર પંચક તરીકે ઓળખાય છે. લવણ પંચક એટલે સિંધાલૂણ, સંચળ, બિડલવણ, વરાગડું અને દરિયાનું મીઠું. બિડલવણ એટલે એક જાતનું બનાવટી મીઠું. લવણની સાથે પ્રસારણીના કલ્કનો સંજોગ કરી તેને અગ્નિ આપવાથી બિડલવણ તૈયાર થાય છે. પ્રસારણી એટલે એક જાતની લતા અને કલ્ક એટલે એ લતાના ફૂલ. વડાગરું એટલે એક પ્રકારનું મીઠું. સુગંધી પંચક એટલે કેસર, અગર, કપૂર, કસ્તૂરી અને ચંદન. અગર એટલે ભૂટાન, આસામ, બંગલાદેશ વગેરે સ્થળે થતું સુગંધી લાકડાવાળું વૃક્ષ.
--------
મરાઠીમાં પણ કહેવતો અને રૂઢિપ્રયોગોમાં આંકડાની હાજરીની લાક્ષણિકતા જાણવા જેવી છે. શરૂઆત શૂન્યથી કરીએ. યુધ્રળટુણ રુમહ્મમ ઈધજ્ઞ ફઞજ્ઞ આ પ્રયોગ સમજવામાં મુશ્કેલી નહીં પડે. પાસે કંઈ ન હોય અને મોટું સામ્રાજ્ય ઊભું કરી દેવાય ત્યારે આ પ્રયોગનો ઉપયોગ થાય છે. શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન માતૃભાષામાં કહેવાય જ છે ને. બીજો પ્રયોગ છે યુધ્રળટ ણઘફ બળમુણ રૂલઞજ્ઞ. આ એક માનસિક અવસ્થા છે. ક્યારેક શૂન્યમનસ્ક થઈ જાય એવું બને. મગજમાં કોઈ વિચાર ન આવે અને તાકીને બેઠા હોય એવું લાગે. હવે એક મજેદાર પ્રયોગ જાણીએ. અદ્વ્રૂળૃ વશર્ઇૂૈંજળણજ્ઞ રુક્ષમશજ્ઞ વળજ્ઞઞજ્ઞ. અડધી હળદરથી પીળા થઈ જવું. હળકુંડ એટલે હળદરનો ગાંઠિયો જેને ખાંડીને કે દળીને મસાલાની હળદર તૈયાર થાય. થોડી એવી સફળતા મળી હોય ત્યાં જ ફૂલીને ફાળકો થઈ જતા લોકો માટે આ પ્રયોગ વપરાય છે.
ઇંળવિ પળઞલજ્ઞ અળક્ષલ્રળ ઘફળયળ ્રૂયળણજ્ઞ લૂથ્ળ અદ્વ્રૂળૃ વશર્ઇૂૈંજળણજ્ઞ રુક્ષમશજ્ઞ ઙળલ્રળલળફઈંજ્ઞ મળઉંટળટ વાક્યમાં એ અર્થ સ્પષ્ટ થાય છે. હવે એક એવા રૂઢિપ્રયોગની વાત છે જેનો કટાક્ષયુક્ત ઉપયોગ કવિતામાં થયો અને એ વધુ પ્રચલિત બન્યો. વિંદા કરંદીકર નામના મરાઠી ભાષાના ઉચ્ચ કોટિના કવિએ વર્ષો પહેલા લરૂ ઊંળજ્ઞજજ્ઞ રૂળફળ ચ્રુઇંજ્ઞ શીષર્ક હેઠળ એક વ્યંગાત્મક કવિતા લખી હતી. ઇંળજ્ઞઞિ બચ્રછ, ઇંળજ્ઞઞિ પચ્રછ, ઇંળજ્ઞઞિ રુઝબજ્ઞ ઇંળજ્ઞઞિ ઊંચ્રચ ઇંળજ્ઞઞિ ઇંઁજ્ઞ, ઇંળજ્ઞઞિ ક્ષ્રુઇંજ્ઞ, લરૂ ઊંળજ્ઞજજ્ઞ રૂળફળ ચ્રુઇંજ્ઞ॥ અનેક ઘોડાનો એક જ માલિક હોય ત્યારે બધા ઘોડા એક સરખી પણ ઓછી કિંમતના હોય છે. ઘોડાની જગ્યાએ કર્મચારી અથવા કાર્યકર્તા અને માલિકને બદલે
કોર્પોરેટ કંપની કે રાજકીય પક્ષ મૂકો ત્યારે પણ આ પ્રયોગ લાગુ પડે. કવિતાનું આ સામર્થ્ય છે.
-------
અન્ય ભાષાઓની જેમ હિન્દીમાં પણ કેટલીક સંખ્યાનો ઉપયોગ બોલચાલની ભાષામાં નજરે પડે છે. કેટલાક રૂઢિપ્રયોગ સંખ્યાથી બન્યા છે. હિન્દી ફિલ્મના ગીતોમાં અને ટાઈટલમાં સુદ્ધાં એની હાજરી જોવા મળી છે. સૌથી પ્રચલિત પ્રયોગ છે ખળફલળેરૂલિિ. ભારતીય દંડ સંહિતા અનુસાર કલમ ૪૨૦ હેઠળ દગાબાજી કે બેઈમાની કરવા માટે સજા ફટકારવામાં આવે છે. એટલે છેતરપિંડી કરવાવાળાને ચારસો વીસ - ૪૨૦ કહેવામાં આવે છે. રાજ કપૂરે શ્રી ૪૨૦ નામની ફિલ્મ બનાવી હતી એ જાણતા હશો. ૯ - ૨ -૧૧ વળજ્ઞણળ રૂઢિપ્રયોગનો અર્થ છે પલાયન થઈ જવું કે પરિસ્થિતિનો સામનો ટાળવા દૂર થઈ જવું. દેવ આનંદની નૌ દો ગ્યારહ નામની ફિલ્મ પણ આવી હતી. નાના પાટેકર અને જોન અબ્રાહમની પણ ટેક્સી નંબર ૯ ૨ ૧૧ નામની ફિલ્મ આવેલી. બીજી એક મજેદાર વાત એ છે કે ૯ + ૨ = ૧૧ થાય. આપણા પગ ૧૧ નંબર જેવા દેખાતા હોય છે. એટલે આ સંખ્યા દોડવા - ભાગવા સાથે જોડાઈ ગઈ છે. હળવી શૈલીમાં ઘણા લોકો કહેતા હોય છે કે ‘૧૧ નંબરની બસમાં આવ્યા’. મતલબ કે ચાલતા આવ્યા. ૩૬ ઇંળ અર્ળૈઇંજળ હિન્દી શબ્દકોશ અનુસાર ૩ અને ૬ સંખ્યા સાથે હોય ત્યારે એકબીજા સામે પીઠ ફેરવી બેઠા હોય એવા લાગે છે. એના પરથી કોઈ પ્રત્યે ખૂબ નફરત હોવી એ આ રૂઢિપ્રયોગનો અર્થ છે. તો શું કોઈ બે વ્યક્તિ વચ્ચે અત્યંત મનમેળ હોય તો ૬૩ ઇંળ અર્ળૈઇંજળ કહી શકાય? કારણ કે અહીં ૬ અને ૩ એકબીજાની સન્મુખ છે.
--------
સંખ્યાબળનું જોર અંગ્રેજી ભાષામાં પણ જોવા મળે છે. અલબત્ત ક્યારેક શબ્દાર્થથી જ વાત સ્પષ્ટ થઈ જાય છે તો ક્યારેક ભાવાર્થનું મહત્ત્વ દેખાય છે. અકક ઈંગ ઘગઊ ઙઈંઊઈઊ પ્રયોગનો શબ્દાર્થ આખેઆખું કે ભાંગ્યા તૂટ્યા વિના એવો થાય. અલબત્ત એનો ભાવાર્થ સલામત કે હેમખેમ થાય જે અહીં અભિપ્રેત છે. ઝવફક્ષસરીહહુ વિંય ાફભિયહ ભજ્ઞક્ષફિંશક્ષશક્ષલ લહફતત શયિંળત યિફભવયમ વજ્ઞળય ફહહ શક્ષ જ્ઞક્ષય ાશયભય. ઘરે પહોંચેલા પાર્સલમાં કાચની વસ્તુઓ સદનસીબે હેમખેમ હતી. બીજું ઉદાહરણ છે ઝઠઘ ઝઘ અ ઝઅગૠઘ. કેટલીક પ્રવૃત્તિ એકલપંડે ન થાય, જેમ કે પ્રેમ કરવો, ઝઘડો કરવો અને ટેન્ગો ડાન્સ કરવો. ૧૯૨૦ના દાયકામાં લેટિન અમેરિકન ટેન્ગો ડાન્સને લોકપ્રિયતા મળી હતી. આ ડાન્સ જોડીદાર સાથે જ થઈ શકે. એના પરથી આ રૂઢિપ્રયોગ બન્યો. આને સમકક્ષ ગુજરાતી કહેવત છે એક હાથે તાળી ન પડે. મતલબ કે બંને પક્ષ જવાબદાર છે. ઢજ્ઞીિ તજ્ઞક્ષ બહફળયત ળશક્ષય રજ્ઞિ વિંય રશલવિં શક્ષ વિંય તભવજ્ઞજ્ઞહ, બીિં શિં લયક્ષયફિહહુ ફિંસયત િૂંજ્ઞ જ્ઞિં ફ ફિંક્ષલજ્ઞ. શાળામાં થયેલી લડાઈ માટે તમારો દીકરો મારા પુત્રને દોષ દે છે, પણ સાહેબ, એક હાથે કદી તાળી ન પડે. અઝ જઈંડઊજ અગઉ જઊટઊગજ રૂઢિપ્રયોગમાં મૂંઝવણની, અસ્વસ્થતાની વાત છે. અરયિિં વિંય ૂવજ્ઞહય તભવયમીહય શત યિફિફિક્ષલયમ ઈં ફળ ફિં તશડ્ઢયત ફક્ષમ તયદયક્ષત. સમગ્ર કાર્યક્રમ બદલાઈ ગયો હોવાથી હું મૂંઝાઈ ગયો છું. ખબર નથી પડતી કે શું કરવું? ઇંઅટઊ ઘગઊ ઘટઊછ ઊઈંૠઇંઝ પ્રયોગ પાર્ટી - શાર્ટીંના શોખીનોને ધ્યાનમાં રાખીને અસ્તિત્વમાં આવ્યો હોવો જોઈએ. પીનેવાલોં કો પીને કા બહાના ચાહિયે પણ પછી કંટ્રોલ ન રહે તો શું કામનું? ઋજ્ઞિળ વિંય ૂફુ વય ૂફત ૂફહસશક્ષલ, શિં ૂફત ભહયફિ વિંફિં વય વફમ જ્ઞક્ષય જ્ઞદયિ યશલવિ.ં ભાઈ સાહેબ જે રીતે ચાલી રહ્યા હતા એના પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે એમનાથી જરા વધુ લેવાઈ ગયું હતું. ઘગ ઈકઘઞઉ ગઈંગઊ એટલે અત્યંત આનંદ થવો, રાજીના રેડ થઈ જવું. ઠવયક્ષ મફમમુ બજ્ઞીલવિં ફ ક્ષયૂ તળફિિાંવજ્ઞક્ષય ઈં ૂફત જ્ઞક્ષ ભહજ્ઞીમ ક્ષશક્ષય. પિતાશ્રીએ નવો સ્માર્ટફોન ખરીદી આપ્યો એટલે હું તો રાજીનો રેડ થઈ ગયો. આટલું વાંચી તમને સાતમા આસમાને પહોંચી ગયો એ રૂઢિપ્રયોગ જરૂર યાદ આવ્યો હશે. એનો પણ એ જ ભાવાર્થ છે. અંગ્રેજીમાં પણ ઇઊ ઈંગ જઊટઊગઝઇં ઇંઊઅટઊગ પ્રયોગ છે જ ને.