વડોદરામાં પાલિકા કચેરીમાં આગ લાગતા લોજિસ્ટીક મિટિંગ સહિતની ફાઈલો ખાખ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરાના અકોટા ગાર્ડન પાસે આવેલી કોર્પોરેશનની કચેરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, આગને કાબૂમાં લે તે પહેલા ફાઇલો સહિત દસ્તાવેજો તેમ જ ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા પાલિકાની અકોટા ગાર્ડન પાસે વોર્ડ નંબર ૧૨ની કચેરીના પ્રથમ માળે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. વોર્ડ કચેરીના પ્રથમ માળેથી આગના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિક લોકો દ્વારા આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને વોર્ડ કચેરીમાં લાગેલી આગ માત્ર ૧૫ મિનિટમાં બુઝાવી દીધી હતી, પણ તે પહેલા કચેરી સ્થિત લોજિસ્ટિક મીટિંગની તમામ ફાઇલો સહિત તમામ દસ્તાવેજો અને ફર્નિચર કોમ્પ્યુટરો બળીને ખાખ થઇ ગયા હતા. આગનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં અસહ્ય ગરમીના કારણે વાયરિંગ બળી જવાથી શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ મહિનાનો બીજો શનિવાર હોવાથી કોર્પોરેશનમાં રજા હોવાના કારણે કોઈ કર્મચારીઓ કચેરી ખાતે આવ્યા ન હતા. પરિણામે મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. જો આ બનાવ ચાલુ કચેરી દરમિયાન બન્યો હોત તો કદાચ મોટી દુર્ઘટના સર્જાઈ હોત. ઉ