દેશમાં ૬૦ ટકા તરુણે રસીનો પ્રથમ ડૉઝ લીધો
નવી દિલ્હી: કેન્દ્રના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે દેશમાં ૧૫થી ૧૮ વર્ષના વયજૂથના ૬૦ ટકા તરુણે કોવિડ-૧૯ સામેની રસીનો પ્રથમ ડૉઝ લઇ લીધો છે.
દેશમાં તરુણોનું રસીકરણ ત્રીજી જાન્યુઆરીએ શરૂ કરાયું હતું.
મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ડૉક્ટરો કોવિડ-૧૯ અને અન્ય બીમારીના દરદીઓને દૂરથી સલાહ આપી શકે તે માટે ટેલિક્ધસલ્ટેશન સેન્ટર શરૂ કરવા જોઇએ. તેમણે જણાવ્યું હતું કે દેશના અંતરિયાળ વિસ્તારમાં રહેલા લોકો અને બીમારીને કારણે ઘરમાં
અલગ રહેતા લોકોની સારવાર માટે ટેલિક્ધસલ્ટેશન અને ટેલિમેડિસિન મહત્ત્વનો ભાગ ભજવી શકે છે.
માંડવિયાએ જણાવ્યું હતું કે ટેલિક્ધસલ્ટેશન સેન્ટર કોવિડ-૧૯ના રોગચાળા પછી પણ બીમાર લોકોની સારવારમાં સહાયરૂપ થઇ શકે છે. (એજન્સી)ઉ