ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું
અમદાવાદ: ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે કેટામાઈન હાઈડ્રોક્લોરાઈડ (ડેટ રેપ ડ્રગ્સ)નો જથ્થો પકડ્યો હતો. આ ક્ધસાઈન્મેન્ટ રાજ્સ્થાનથી ગુજરાત વાટે અમેરિકા જઈ રહ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. અગાઉથી મળેલી માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચે ફોરેન પોસ્ટ ઓફિસને રાજસ્થાનના પુષ્કરથી મોકલવામાં આવેલા પાર્સલની તપાસ કરવા જણાવ્યું હતું. આ પાર્સલ રાજસ્થાનથી નવસારી પહોંચાડવામાં આવ્યું
હતું. જ્યારે આ પાર્સલને તપાસવામાં આવ્યું ત્યારે તેમાં સફેદ પાઉડર બનેલા બે પ્લાસ્ટિક બોક્સ, કપડાં અને કોસ્ટમેટિક્સ મળ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ પાઉડરને ગાંધીનગર એફએસએલમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો. તપાસ બાદ આ એનડીપીએસ હેઠળ પ્રતિબંધિત કેટામાઈન હાઈડ્રોક્લોરાઈડ હોવાનું બહાર આવ્યું હતું.
આ જથ્થાની કિંમત રૂ. ૨.૯૫ કરોડ હોવાનું અને પાર્સલ મોકલનાર પર ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. કેટામાઈન મોટે ભાગે પાર્ટી ડ્રગ્સ તરીકે વાપરવામાં આવે છે. એનડીપીએસ હેઠળ આને સાઇકોટ્રોપીક સબસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે અને સભાનતા ઓછી કરવા માટે વ્યસનીઓ આનો ઉપયોગ કરે છે. (પીટીઆઈ)