અમદાવાદની ૪૦૦થી વધુ હૉસ્પિટલ અને નર્સિંગ હોમના ડૉક્ટરો રસ્તા પર ઊતર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં ફોર્મ સી અને બીયુ પરમિશન મામલે અમદાવાદની ૪૦૦થી વધુ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ સંચાલકો બે દિવસની હડતાળ પર ઉતરતા શનિવાર અને રવિવારે અમદાવાદની તમામ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ નિયમિત પ્રવેશ, ઓ.પી.ડી. સેવાઓ અને પ્લાન કરેલી સર્જરીની કાર્યવાહી બંધ રહેશે. અમદાવાદમાં વલ્લભ સદન-આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી યોજી ધરણાં પર બેઠા હતા. જેમાં મોટી સંખ્યામાં શહેરના ડૉક્ટરો જોડાયા હતા. હડતાળના કારણે બહાર ગામથી સારવાર અર્થે આવેલા દર્દીઓની હાલત કફોડી બની હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદની ખાનગી હૉસ્પિટલના સંચાલકો અને તબીબોએ શનિવારે વલ્લભ સદન-આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી યોજી ધરણાં પર બેસી રામધૂન બોલાવી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. જેમાં ડૉક્ટરો, હૉસ્પિટલોના કર્મચારીઓ, દર્દીઓ, સંબંધીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તા.૧૫મી મે, રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દ્વારા અમે સત્તાધીશોને સંદેશો પાઠવવા ઈચ્છીએ છીએ કે આટલા અવરોધો છતાં અમે અમારું ઉમદા કાર્ય ચાલુ રાખીએ છીએ. સત્તાધીશોને અનેકવાર આ પ્રશ્ર્નો મુદ્દે રજૂઆત કરવા છતાં સળગતી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. શહેરમાં ૧૯૪૯થી ૨૦૨૧ સુધી તમામ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ્સ બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ ૧૯૪૯ હેઠળ હૉસ્પિટલોની નોંધણી માટે જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા છે. અત્યાર સુધી હૉસ્પિટલો અને નર્સિંગ હોમ્સ કોઈ પણ પ્રકારની સમસ્યા વિના નોંધણી કરવામાં આવી છે. પરંતુ ઑક્ટોબર ૨૦૨૧થી, અમદાવાદ મનપા આ અધિનિયમ હેઠળ નોંધણી માટે વેલિડ બિલ્ડિંગ યુઝ પરવાનગીની માગ કરવાનું શરૂ કર્યું, જેના કારણે તેઓ વિરોધ નોંધાવી
રહ્યા છે. ઉ