KGF ફિલ્મનો ખૂંખાર વિલન ‘ગરૂડા’નું પાત્ર ભજવનારને ઓળખો છો? જાણો રસપ્રદ કહાની

મુંબઇ: કેજીએફ ચેપ્ટર ૨ ફિલ્મમાં સુપરસ્ટાર યશની સાથે વિલન ગરૂડા પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. ફિલ્મમાં ખૂંખાર ગરૂડાનું પાત્ર નિભાવનાર એક્ટર રામચંદ્ર રાજૂ પોતાની જાનદાર એક્ટિંગથી તેના ફેન્સના દિલોમાં રાજ કરી રહ્યો છે.
ક્ન્નડ સુપરસ્ટાર યશ સ્ટારર ફિલ્મ ‘KGF 2’ દેશભરના સિનેમાઘરોમાં સફળતાના નવા શિખરો સર રહી છે. આ ફિલ્મ ૧૪ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે દુનિયાભરમાં કમાણીના અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. સૂત્રોનું માનીએ તો આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્ર્વભરમાં એક હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.
આ ફિલ્મમાં સુપરસ્ટાર યશની સાથે વિલન ગરૂડા ચર્ચાનો મુદ્દો બન્યો છે. ફિલ્મમાં ખૂંખાર ગરૂડાનું પાત્ર ભજવનાર એક્ટર રામચંદ્ર રાજૂ પોતાની જાનદાર એક્ટિંગથી તેના ફેન્સના દિલોમાં રાજ કરી રહ્યો છે. ગરૂડાની ભૂમિકા બાદ તેને એક વર્ષમાં ઘણી મોટી-મોટી તમિલ, તેલુગુ, ક્ન્નડ અને મલયાલમ ભાષાની ફિલ્મોની ઓફર મળી રહી છે. વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી KGF 1 રામચંદ્ર રાજુની ડેબ્યૂ (પ્રથમ) ફિલ્મ હતી.
રામચંદ્ર રાજુનો જન્મ ૧૯૮૧માં કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. બેંગ્લોરમાં સામાન્ય પરિવારમાં ઉછરેલા રામચંદ્રએ બેંગ્લોરમાં શાળા અને ગ્રેજ્યુએશનનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. રામચંદ્ર રાજૂને કોલેજ ટાઇમથી જ બોડી બિલ્ડિંગનો શોખ હતો. પોતાના આ શોખને પૂરો કરવાની સાથે તે બોડી બિલ્ડિંગ કોમ્પિટીશનમાં પણ ભાગ લેવા લાગ્યો હતો. રામચંદ્ર રાજુનું કદ સારું હતું, તેથી કોઈએ તેમને બાઉન્સર અને સેલેબ્સ સિક્યુરિટી ગાર્ડ બનવાની સલાહ આપી હતી.
તે ૮ વર્ષથી સુપર સ્ટાર યશનો બોડીગાર્ડ છે. વર્ષ ૨૦૧૪માં રામચંદ્ર રાજુને ક્ધનડ સુપર સ્ટાર યશનો બોડીગાર્ડ બનવાનો અવસર મળ્યો હતો. આ દરમિયાન તે યશ સાથે પડછાયાની જેમ રહેતો હતો. વર્ષ ૨૦૧૬માં જ્યારે યશ KGF ફિલ્મના સંબંધમાં ડિરેક્ટર પ્રશાંત નીલને મળવા આવ્યો ગયો હતો, ત્યારે પ્રશાંતે રામચંદ્ર રાજુની બોડી લેન્ગવેઝ અને પર્સનાલિટિ જોઇને તેને ફિલ્મમાં વિલનની ભૂમિકા માટે ઓડિશન આપવાની સલાહ આપી. આ પછી જ્યારે તેણે યશ સાથે આ વિશે વાત કરી તો તેણે હા પાડી અને તે ‘રામચંદ્ર રાજુ’માંથી કેજીએફનો ‘ગરૂડા’ બની ગયો.
KGF ફિલ્મના ‘ગરુડા’ના પાત્રથી રામચંદ્ર રાજુ એટલો ફેમસ થઇ ગઇ ગયો કે તેને ઘણી મોટી-મોટી ફિલ્મોની ઑફર મળવા લાગી. ‘કેજીએફ’ પછી રામચંદ્રએ તમિલ ફિલ્મો ‘સુલ્તાન’ અને ‘કોડિયલ ઓરૂવન’, ક્ન્નડ ફિલ્મો ‘મધગજા’ અને ‘રાઇડર’, તેલુગુ ફિલ્મો ‘મહા સમુદ્રમ’ અને ‘ભીમલા નાયક’ તથા મલયાલમ ફિલ્મ ‘આરાટ્ટુ’માં વિલનની ભૂમિકા ભજવી હતી. રામચંદ્ર માત્ર ૪ વર્ષમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા વિલનમાંથી એક બની ગયો છે.