ડેવિડ વોર્નર ઝળક્યો: ડીવિલિયર્સ, ગેલથી આગળ
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ-૨૦૨૨માં દિલ્હી કેપિટલ્સ તરફથી બુધવારે નોટ આઉટ ફિફ્ટી ફટકારનારા ડેવિડ વોર્નરએ દર્શાવી દીધું કે તે આ ટુર્નામેન્ટમાં સૌથી દમદાર બેટ્સમેન કેમ છે. તેમણે એક જ ઝાટકે વિરાટ કોહલી, એબી ડીવિલિયર્સ અને ક્રીસ ગેલ, શિખર ધવન જેવા દિગ્ગજ બેટ્સમેનોને એક ખાસ કેસમાં એકદમ પાછળ રાખી દીધા છે. આઈપીએલનાં પહેલા ૧૬૦ દાવમાં સૌથી વધુ રન ફટકારવાના મામલામાં તે સૌથી આગળ નીકળી ગયો છે.