કચ્છની સરહદ ડેરીમાં દૈનિક દૂધ ઉત્પાદનમાં રપ હજાર લીટરની ઘટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છની અંજાર નજીક આવેલી સરહદ ડેરીમાં સામાન્ય રીતે થતી દૈનિક પ.પ૦ લાખ લીટરની દુધની આવકની સામે હાલે પ.રપ લાખ લીટર જેટલું દૂધ ઠલવાઈ રહ્યું હોઈ દૈનિક દૂધ ઉત્પાદનમાં રપ હજાર લીટર દૂધની ઘટ જોવા મળી રહી છે.
જિલ્લામાં એક સમયે ધરતીપુત્રો પુરક વ્યવસાય તરીકે પશુપાલનને અપનાવતા હતા, પરંતુ છેવાડાના જિલ્લામાં વિનાશક ભૂકંપ બાદ ઔદ્યોગિકીકરણની સાથે ડેરીના મજબૂત બનેલા માળખાની સાથોસાથ સરકારી યોજનાઓના લાભના લીધે અન્ય લોકો પણ પશુપાલન ક્ષેત્રને રોજગારીના મજબુત માધ્યમ તરીકે અપનાવતા થયા હોઈ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે નવો સૂર્યોદય થયો છે. ચોમાસા અને ઉનાળાની ઋતુની સરખામણીએ શિયાળા દરમ્યાન પશુઓનું દૂધ આપવાનું પ્રમાણ વધતુ હોવાથી ઉત્પાદન વધુ રહેતું હોય છે. દિવાળીના તહેવારો બાદથી ક્રમશ: દૂધના ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે. પરંતુ જો એકધારી ઠંડી પડે તો પશુઓની શારીરિક ક્ષમતામાં પરિવર્તન આવતું હોઈ દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે. આ વર્ષે યાદગાર લાંબા શિયાળાની તીવ્ર ઠંડીના ચાલી રહેલા પ્રકોપને કારણે સરહદ ડેરીમાં દૂધની આવક નોંધપાત્ર રીતે ઓછી થઈ રહી છે. જો આગામી સમય દરમ્યાન ઠંડી વધુ ધારદાર બનશે તો દૂધના ઉત્પાદનમાં વધુ ઘટાડો થવાની આશંકા પ્રબળ હોવાનું સરહદ ડેરીના ચેરમેને જણાવ્યું હતું. ઉ