ચીકુના વેપારીઓને રોવાનો વારો આવ્યો, મફતના ભાવે પણ કોઇ લેવા તૈયાર નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)
નવસારી: ગુજરાતમાં ગરમીએ રેકોડ તોડતા વાતાવરણમાં વધેલી અસહ્ય ગરમીએ કેરી ખાટી કર્યા બાદ ચીકુના ખેડૂતોને પણ રાતા પાણીએ રડાવ્યા છે. છેલ્લા એક મહિનામાં ચીકુની ડિમાન્ડ ૯૦ ટકા ઘટી છે. જેને કારણે ચીકુના ભાવ પ્રતિમણ ૧૫૦ થી ૨૫૦ સુધી જ મળી રહ્યા છે. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. સામે વેપારીઓને પણ ઓછી આવક સામે લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો હોવાની ફરિયાદ થઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બાગાયતી જિલ્લા નવસારીના અમલસાડી ચીકુની ડિમાન્ડ સમગ્ર ભારતભરમાં છે. અહીંથી રોજના હજારો મણ ચીકુ ગુજરાત સહિત અન્ય રાજ્યના મુખ્ય બજારોમાં પહોંચે છે. વર્ષ દરમિયાન અમલસાડ માર્કેટમાંથી પોણા બે લાખ મણ ચીકુની આવક થાય છે. જેમાં શિયાળામાં ચીકુનો ભાવ પ્રતિમણ ૧૨૦૦ રૂપિયા સુધી પહોંચે છે. જ્યારે ઉનાળામાં ભાવ ૫૫૦ રૂપિયા સુધી જાય છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે આ વર્ષે પડી રહેલી અસહ્ય ગરમીએ ચીકુના ઉત્પાદન સાથે જ બજાર ઉપર પણ મોટી અસર પડી છે. જેને કારણે હાલ ચીકુના ભાવ ગગડીને પ્રતિમણ ૧૫૦ થી ૨૫૦ રૂપિયા મળી રહ્યા છે. જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ઝાડ પરથી ચીકુ ઉતારવાની મજૂરી વધવા સાથે પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવોને કારણે ટ્રાન્સપોર્ટ પણ મોંઘું પડી રહ્યું છે. જેથી ચીકુના ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. બીજી તરફ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં કેરી અને ચીકુના પાકનો પણ સમાવેશ કરવામાં આવે તેવી માગણી કરી હતી. ઉ