કોરોનાની લહેર ઓસરી નવા દર્દીનો આંકડો ૬૦૦૦ની નીચે

સુવિધા: કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરમાં ઑક્સિજનનો પર્યાપ્ત પુરવઠો ઉપલબ્ધ થાય તેના માટે પાલિકા પ્રશાસન દ્વારા તમામ તૈયારી કરી છે, જે અંતર્ગત સોમવારે માહુલમાં પાલિકા સંચાલિત મેડિકલ ઑક્સિજન રિફિલિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હત. (અમય ખરાડે)
----
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સતત બીજા દિવસે મુંબઈમાં કોરોનાથી ડિસ્ચાર્જ થનારાની સંખ્યા ત્રણગણી વધારે નોંધાઈ હતી, જ્યારે નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના ૩૧,૧૧૧ નવા કેસ તથા મુંબઈમાં ૬,૦૦૦થી નીચે નોંધાતા સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે કોરોનાની લહેર વહેલી ઓસરી શકે એવી અધિકારીઓએ શક્યતા વ્યક્ત કરી હતી.
સમગ્ર રાજ્યમાં કોરોનાથી ૨૯,૦૯૨ દર્દી સાજા થતા કુલ રિકવર કેસની સંખ્યા ૬૮,૨૯,૯૯૨ છે, જ્યારે કોરોનાથી કુલ ૨૪ દર્દીનાં મોત થયા હતા. મુંબઈમાં સોમવારે ૨૪ કલાકમાં કોરોનાના કેસ ઘટીને ૫,૯૫૬ નોંધાતા કુલ કેસની સંખ્યા ૧૦.૦૫ લાખ પાર કરી હતી. જોકે, રવિવારની તુલનામાં સોમવારે નોંધાયેલા નવા કોરોનાના કેસમાં ૧૯૩૯ ઘટાડો થયો હતો. બીજી બાજુ કોરોનાથી ૧૫,૫૫૧ દર્દી સાજા થયા હતા, જ્યારે સાજા થનારા દર્દીની સંખ્યા ૯,૩૫,૯૩૪ થઈ છે. રવિવારે મુંબઈમાં ૭,૮૯૫ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૧,૦૦૦થી વધારે દર્દી સાજા થયા હતા. કોરોનાથી ૧૨ દર્દીના મોત થયા હતા, જેથી કુલ મૃતકની સંખ્યા ૧૬,૪૬૯ થઈ છે. રવિવારે કોરોનાથી ૧૧ દર્દીના મોત થયા હતા. જોકે, ૨૯મી જુલાઈ, ૨૦૨૧ના રોજ મુંબઈમાં ૧૩ જણનાં મોત થયા હતા. ૨૨ મહિના પછી પાલિકાની હદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા દસ લાખ પાર થઈ છે, જે ૧૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ સૌથી પહેલો કેસ નોંધાયો હતો.
નવા નોંધાયેલા કેસ પૈકી ૪,૯૪૪ દર્દી એટલે ૮૩ ટકા લોકો લક્ષણ વિનાના અથવા એસિમ્પ્ટોમેટિક કેસ છે, જ્યારે ઑક્સિજન પર ૪૫ દર્દીને રાખવામાં આવ્યા છે. મુંબઈમાં કુલ ૫૦,૭૫૭ એક્ટિવ કેસ છે, જ્યારે એક દિવસમાં સૌથી ઓછું એટલે ૪૭,૫૭૪ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. મહાનગરમાં રિકવરી રેટ ૯૩ ટકા તથા ડબલિંગ રેટ ૫૫ દિવસનો થયો છે. ક્ધટેઈનમેન્ટ ઝોનમાં નિરંતર પ્રમાણ ઘટી રહ્યું છે, જેમાં સોમવારે એક પણ ઝોન નોંધાયો નહોતો. દસમી જાન્યુઆરીથી ૧૬મી જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન કોરોનાનો પોઝિટિવિટી રેટ ૧.૨૨ ટકા નોંધાયો છે. આ ઉપરાંત, બહુમાળી ઇમારતોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેમાં સોમવારે ૪૭ બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી, પરંતુ સંક્રમણમાં ઘટાડો નોંધાતા પાલિકા પ્રશાસને રાહતનો શ્ર્વાસ લીધો હતો. મહારાષ્ટ્ર રાજ્યમાં કુલ ૨૨.૬૪ લાખ હોમ ક્વોરન્ટાઈન છે, જ્યારે ૨,૯૯૪ જણ ઈન્સ્ટિટ્યૂશનલ કવોરન્ટાઈન રાખવામાં આવ્યા છે. હાલમાં ૨,૬૭,૩૩૪ એક્ટિવ કેસ છે, એમ આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
-------
રાજ્યમાં ઓમાઈક્રોનના ૧૨૨ નવા કેસ
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમાઈક્રોનના ૧૨૨ નવા કેસ નોંધાયા હતા, જેથી કુલ કેસની સંખ્યા ૧,૮૬૦ થઈ છે. નવા નોંધાયેલા કેસમાં પુણે પાલિકા કોર્પોરેશનમાં સૌથી વધારે (૪૦ કેસ) સમાવેશ થયો હતો, ત્યારબાદ મીરા ભાયંદરમાં ૨૯, નાગપુરમાં ૨૬, ઔરંગાબાદ ૧૪, અમરાવતીમાં સાત તથા મુંબઈમાં ચાર કેસ નોંધાયા હતા. હાલના તબક્કે મુંબઈમાં સૌથી વધારે ૬૫૬ કેસ છે. જોકે, સોમવારે ભંડારા, થાણે અને પિંપરી ચિંચવડમાં એક-એક કેસ નોંધાયો હતો. અત્યાર સુધીમાં ઓમાઈક્રોનના ૧,૮૬૦ કેસ નોંધાયા છે, પરંતુ ૯૫૯ જણના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
---
મુંબઈમાં ૬૦૦ ગર્ભવતી કોરોનાગ્રસ્ત
મુંબઈ: મહાનગર પાલિકાની હદમાં લગભગ ૬૦૦ જેટલી ગર્ભવતી મહિલા કોરોના પોઝિટિવ હોવાનું પાલિકાના અહેવાલમાં જણાવ્યું હતું. પાલિકાના અહેવાલ અનુસાર ૬૦૦ જેટલી ગર્ભવતી મહિલા કોરોનાગ્રસ્ત થઈ હતી, જેમાંથી બી-વાયએલ નાયર હૉસ્પિટલમાં ૨૫૦ જેટલી મહિલાને સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ કામા હૉસ્પિટલ તથા આલબેસ મેટરનિટી હૉસ્પિટલમાં ૧૬૧ જેટલી મહિલાને સારવાર આપી હતી. મોટી સંખ્યામાં ગર્ભવતી મહિલા કોરોનાગ્રસ્ત થઈ હોવા છતાં તેમનામાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા. એટલું જ નહીં, કોરોનાની પહેલી અને બીજી લહેરની તુલનામાં આ વખતે રિકવરી રેટ ઝડપી જોવા મળ્યો છે. ડિસેમ્બર મહિનામાં કોરોનાના કેસમાં વધારો થયો છે, જેમાં ઑક્ટોબરમાં છ મહિલાને દાખલ કરી હતી. નવેમ્બરમાં ચાર દર્દી તથા ડિસેમ્બરમાં તેની સંખ્યા વધીને ૨૦ થઈછે, જ્યારે જાન્યુઆરીમાં તેની સંખ્યા વધીને ૫૯ દર્દીની થઈ છે. હાલના તબક્કે હૉસ્પિટલમાં અમે ગર્ભવતી મહિલાને દાખલ કરીએ છીએ, એમ સાયન હૉસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું હતું. આ વખતનો રિકવરી રેટ પણ સારો એવો રહ્યો છે, જેમાં પાંચથી છ દિવસમાં સાજા થયા પછી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. અત્યારના તબક્કામાં ગર્ભવતી મહિલાઓએ સૌથી વધારે કાળજી લેવાનું જરૂરી છે, કારણ કે તેમની સાથે બાળકોમાં ચેપના સંક્રમણનું જોખમ વધારે રહે છે, એવું ડૉક્ટરે જણાવ્યું હતું.
---
કોવિડની અસર: લગ્નનું રજિસ્ટ્રેશન
પાલિકાએ સ્થગિત કર્યું
મુંબઈ: કોવિડ -૧૯ રોગચાળાને કારણે પાલિકાએ રવિવારે તેની લગ્નનોંધણી સેવાઓ સ્થગિત કરી દીધી છે. મુંબઈમાં કોવિડ-૧૯ની વર્તમાન પરિસ્થિતિને કારણે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લગ્નનોંધણી સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. નિમણૂકની તારીખ અને સમયની સુવિધા સાથે સેવાઓ ખૂબ જ ટૂંક સમયમાં ફરી શરૂ કરવામાં આવશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી, પાલિકાની વિવિધ નાગરિક સેવાઓ અને સુવિધાઓ ઓનલાઈન કરવામાં આવી રહી છે. લગ્નનોંધણી અંગેની વિગતવાર માહિતી માટે, લોકોએ તેમના સંબંધિત વોર્ડ અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ. ઉ