અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર ૧૨ દિવસ સુધી દર્શન માટે બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં પોષી પૂનમે ડાકોરનું રણછોડરાય મંદિર અને શામળાજી મંદિર એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે દ્વારકા-બહુચરાજી પણ અઠવાડિયા માટે બંધ કરાયું છે. ત્યારે હવે અમદાવાદમાં શાહીબાગ કેમ્પ હનુમાન મંદિર તા. ૧૭ જાન્યુઆરીથી તા.૩૧ જાન્યુઆરી સુધી એટલે કે, બાર દિવસ દર્શન માટે બંધ રાખવામાં મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં મંગળવાર અને શનિવારે કેમ્પ હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે જેને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોની ભીડ એકત્ર ના થાય એ માટે મંદિર બંધ આગામી ૩૧મી જાન્યુઆરી સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. કોરોનાની બીજી વેવ વખતે પણ મંદિર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભક્તો વૅબસાઈટ પર જઈને ઓનલાઈન દર્શન કરી શકશે. બીજી તરફ આઇઆઇએમ અમદાવાદમાં તા. ૧૫ અને તા. ૧૬ જાન્યુઆરી દરમિયાન ૩૨ લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨ લોકો પોઝિટિવ આવ્યા હતા. હાલમાં આઇઆઇએમમાં ટોટલ ૫૨૪ કેસ કોવિડ પોઝિટિવ આવ્યા છે, જેમાંથી ૨૦૨ સ્ટુડન્ટ અને ૨૦ ફેકલ્ટી પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ શહેરમાં ૧૫૭ માઈક્રો ક્ધટેન્મેન્ટ ઝોન અમલમાં હતા, જેમાં રવિવારે વધુ ૧૪ માઈક્રો ક્ધટેન્મેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે ચાર માઇક્રો ક્ધટેન્મેન્ટ ઝોન ઉમેરાયા હતા. આમ હવે શહેરમાં કુલ ૧૪૭ માઈક્રો ક્ધટેન્મેન્ટ ઝોન અમલમાં છે જ્યારે નવા ઉમેરાયેલા માઈક્રો ક્ધટેન્મેન્ટ ઝોનની વાત કરીએ તો ૨૩ મકાનોના ૧૦૨ લોકોને માઈક્રો ક્ધટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. શહેરમાં ઘાટલોડિયાના અર્જુન એક્ઝોટિકાના ૮ મકાનમાં ૩૫ લોકો અને બોપલના ઓર્કિડ હાઈટ્સના ૮ મકાનના ૩૪ માઈક્રો ક્ધટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૦૦ ફૂટ રીંગ રોડ પર આવેલા ધનંજય ટાવરના ૪ મકાનના ૧૮ લોકો, થલતેજના સનવીલા બંગલોના ૩ મકાનના ૧૫ લોકો પણ માઈક્રો ક્ધટેન્મેન્ટ ઝોનમાં મુકાયા છે.