પંચમહાભૂતની મહેરબાનીથી આપણે સૌ પૃથ્વી પર જીવીએ છીએ

બ્રહ્માંડ દર્શન -ડો. જે. જે. રાવલ
આ બ્રહ્માંડ હકીકતમાં પંચમહાભૂતને આધારે ચાલી રહ્યું છે. આ પંચમહાભૂત છે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. ગ્રીક વિદ્વાનો માનતાં કે આ બ્રહ્માંડ ચાર મહાભૂતોનું બનેલું છે પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ, પણ પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓ માનતાં કે આ બ્રહ્માંડ ઉપરોક્ત પાંચ મહાભૂતોનું બનેલું છે. પ્રાચીન ભારતીય મનીષીઓનું આ તત્ત્વજ્ઞાન હતું, આત્મજ્ઞાન હતું, દર્શન હતું. આ તેમનો બ્રહ્માંડ વિષેનો ગહન અભ્યાસ હતો. પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓએ શૂન્ય અને અનંતતાને આત્મસાત કર્યા હતા અને તે પ્રાચીન ભારતીય ઋષિઓ જ કરી શકે. મોટા મોટા ગણિતશાસ્ત્રીઓ, ખગોળશાસ્ત્રીઓ તો પછી થયાં. પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓનું જ્ઞાન બ્રહ્માંડ સમજવાના પાયામાં છે.
આઠ હજાર વર્ષ પૂર્વે પ્રાચીન ભારતીય મનીષીઓએ પ્રશ્ર્ન કરેલો કે આ બ્રહ્માંડનો અંતિમ પદાર્થ કયો? તેઓ માત્ર પ્રશ્ર્ન પૂછીને બેસી રહ્યાં ન હતાં, પણ તેમણે તેનો "બ્રહ્મન્ ના સ્વરૂપમાં જવાબ પણ મેળવેલો. બ્રહ્મન્ નિરંજન નિરાકાર છે પણ બધા જ આકારો ધરી શકે છે. તે જીવમાત્રમાં, બ્રહ્માંડની દરેક દરેક વસ્તુમાં "ચેતના રૂપે બિરાજે છે. મારી ચેતના અને તમારી ચેતના બંને એક જ છે જે બ્રહ્માંડની ચેતના છે. ચેતના અદૃશ્યમાન છે. ચેતના એ જ ઊર્જા. ઊર્જા જ પૂરા બ્રહ્માંડને ચલાવે છે. જે અલગ અલગ ઊર્જાના રૂપમાં અને પદાર્થના રૂપમાં આકારો ધારણ કરે છે, તે જ બ્રહ્મન્નું સ્વરૂપ છે. સત્ય દેખાતું નથી, જ્ઞાન દેખાતું નથી, પ્રકાશ દેખાતો નથી, આત્મા દેખાતો નથી, બુદ્ધિ દેખાતી નથી, ઊર્જા દેખાતી નથી, ઈશ્ર્વર દેખાતો નથી, અંતરીક્ષ દેખાતું નથી તેવી જ રીતે ‘બ્રહ્મન્’ પણ દેખાતું નથી પણ તે છે તેનો અહેસાસ આપણને થાય છે. ભલે તે પદાર્થના રૂપમાં આપણને દૃશ્યમાન નથી, આપણે તેને પકડી શકતા નથી. બ્રહ્મન્ શબ્દ ઉપરથી જ બ્રહ્માંડ શબ્દ આવ્યો છે. આપણા ઋષિ-મુનિઓએ જ અણુ-પરમાણુ અનંતતા જેવા શબ્દો આપ્યાં છે. માટે જ તેઓએ અંતરીક્ષ દેખાતું નથી છતાં તેને પાંચ મહાભૂતોમાં, પાંચમા મહાભૂત તરીકે લીધું છે. એક ભૌતિકરાશિ (ઙવુતશભફહ િીફક્ષશિિુંં) તરીકે લીધું છે. આજથી ૮૦૦૦ વર્ષ પહેલાં અંતરીક્ષને એક પૃથ્વી, જળ, વાયુ, અગ્નિની હરોળમાં ભૌતિકરાશિ તરીકે લેવું તે મહાન વાત ગણાય.
આઇન્સ્ટાઈને તેનો સાક્ષેપવાદ આપીને ઊ=ળભ૨ સૂત્ર આપી સાબિત કર્યું છે કે પદાર્થ એ ઊર્જા જ છે અને આગળ જતાં તેને વિસ્તૃત સાપેક્ષાવાદ (ૠયક્ષયફિહ ઝવયજ્ઞિુ જ્ઞર છયહફશિંદશિું) આપીને ભૌતિકશાસ્ત્રનું ભૂમિતિકરણ કર્યું છે. ગુરુત્વાકર્ષણને દિક્-કાળ (જાફભય-ઝશળય)ના સંદર્ભ ચોકઠા (ઋફિળય જ્ઞર છયરયયિક્ષભય) ની મદદથી સાબિત કર્યું છે કે ગુરુત્વાકર્ષણ એ બીજું કાંઈ જ નથી પણ દિક્-કાળમાં વક્રતા છે અને બ્રહ્માંડ દિક્-કાળની ચાદર છે, ઊર્જાની ચાદર છે, ચેતનાની ચાદર છે.
અંતરીક્ષ અને કાળ (સમય)ને અલગ પાડી શકાય નહીં. જ્યાં અંતરીક્ષ છે ત્યાં કાળ (સમય) છે જ અને જ્યાં સમય (કાળ) છે ત્યાં અંતરીક્ષ છે જ. ઊર્જાનું ગઠન થાય છે ત્યારે પદાર્થ બને છે અને તે દિક્-કાળ રૂપી ચાદરમાં અંતરીક્ષમાં ઝોલો પાડે છે. આ ઝોલામાં રાખેલો લખોટો પદાર્થ તરફ ગતિ કરે છે તે જ ગુરુત્વાકર્ષણનું આકર્ષણ, ગુરુત્વ એટલે પદાર્થ તેનું આકર્ષણ એટલે ગુરુત્વાકર્ષણ. જો પદાર્થ કેન્દ્રીય મોટા પદાર્થની પરિક્રમા ન કરે તો તે ઝોલાના ઢાળ દ્વારા કેન્દ્રીય મોટા પદાર્થમાં જઈને પડે છે. વિદ્યુત ક્ષેત્ર છે તે જ ચુંબકીય ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્ર છે તે જ વિદ્યુત ક્ષેત્ર છે. ગુરુત્વાકર્ષણની ભૂમિતિ-દિક્-કાળના રૂપમાં પ્રદર્શિત કરવાનો વિચાર આઇન્સ્ટાઈનને કેવી રીતે આવ્યો
હશે તેનો વિચાર કરતાં તે સ્પષ્ટ બને છે કે અંતરીક્ષને આપણે કેદ કરી શકીએ નહીં. આપણા પેટમાં અંતરીક્ષ છે. પેટની બહાર રૂપમાં અંતરીક્ષ છે અને તેની બહાર પણ અંતરીક્ષ છે. અંતરીક્ષને હકીકતમાં કેદ કરી શકાય નહીં. તેવી જ રીતે ગુરુત્વાકર્ષણને પણ કેદ કરી શકાય નહીં. તે લોંગ-રેન્જ ફોર્સ (કજ્ઞક્ષલ-ફિક્ષલય રજ્ઞભિય) છે. તેથી આઈન્સ્ટાઈને વિચાર્યું કે જો આપણે ગુરુત્વાકર્ષણનું વર્ણન કરવું હોય તો માત્ર દિક્-કાળના રૂપમાં જ થઈ શકે. તે જ આઇન્સ્ટાઈનનો વિસ્તૃત સાપેક્ષા વાદ (ૠયક્ષયફિહ ઝવયજ્ઞિુ જ્ઞર છયહફશિંદશિું). કેમ કે ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે માટે તેનું વર્ણન કરવા યુક્લિડની ભૂમિતિનો પન્નો ટૂંકો પડે. તેનું વર્ણન યુક્લિડીએતર ભૂમિતી (ગજ્ઞક્ષ-ઊીભહશયફક્ષ ૠયજ્ઞળયિિું) જ કરી શકે. સ્થાનિક રીતે (આપણી નજીકમાં) યુક્તિડીએતર ભૂમિતી, યુક્લિડીઅન ભૂમિતિ બની જાય. માટે જ આપણી આજુબાજુ પૃથ્વી આપણને સપાટ દેખાય છે તે તેનું સ્થાનિક દર્શન (કજ્ઞભફહ ટશયૂ) છે.
અંતરીક્ષમાંથી જોઈએ તો તે ગોળો છે, સપાટ થાળી નથી, સપાટ તકતી નથી. રેલના પાટા આપણે ઊભા હોઈએ ત્યાં સમાંતર દેખાય પણ દૂર દૂર ક્ષિતિજ પાસે જોઈએ તો તે મળતાં લાગે. કારણ કે પૃથ્વીનો ગોળો યુક્લિડીએતર ભૂમિતિ અનુસરે છે.
પૃથ્વીના ગોળા પર ગમે તે બે રેખાંશવૃત્તો એકબીજાને સમાંતર હોય છે પણ તે ધ્રુવબિન્દુએ મળે છે. કોઈ પણ બે રેખાંશવૃત્તો વિષુવવૃત્ત કે કોઈ પણ અક્ષાંશવૃત્તને લંબ હોય છે. માટે ત્યાં બનતા ત્રિકોણના ત્રામ ખૂણાનો સરવાળો ૧૮૦ અંશથી વધારે હોય છે. પણ જેમ જેમ આપણે એ ત્રિકોણને ધ્રુવબિન્દુ તરફ લઈ જઈએ અને છે કે ધ્રુવબિન્દુની પાસે તે સ્થાનિક ત્રિકોણ બને સ્થાનિક યુક્લિડની ભૂમિતિ અને આવા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો ૧૮૦ બને. નોન-યુક્લિડીઅન ભૂમિતિ સ્થાનિક રીતે (કજ્ઞભફહહુ) યુક્લિડીઅન છે. આઇન્સ્ટાઈનને શા માટે વિસ્તૃત સાપેક્ષ બાદ લાવવો પડ્યો? કારણ કે પ્રબળ ગતિ અને પ્રબળ ગુરુત્વાકર્ષણ માટે ન્યુટનનું ડાયનામિક્સ સાચા પરિણામો આપતું નથી, પણ સામાન્ય ગતિ (એક સેક્ધડની દોઢ લાખ કિ.મી. કે તેથી ઓછી) અને સામાન્ય ગુરુત્વાકર્ષણ માટે ન્યુટનનું ડાયનામિક્સ બરાબર પરિણામો આપે છે. આમ આઈન્સ્ટાઈનનું ગતિશાસ્ત્ર સામાન્ય ગતિ અને સામાન્ય ગુરુત્વાકર્ષણ હોય તો ન્યુટનની ડાયનામિક્સ બને છે.
આઈન્સ્ટાઈનને ન્યુટનને ખોટો નથી પાડ્યો, તેને ન્યુટનના ડાયનામિક્સને માત્ર વિસ્તૃત કર્યું છે. નોન-યુક્લિડીઅન ભૂમિતિએ, યુક્લિડની ભૂમિતિને
ખોટી નથી પાડી પણ તેને બધી જ જાતના આકારો અને અંતરીક્ષ માટે
વિસ્તૃત કરી છે. સ્થાનિક રીતે (કજ્ઞભફહહુ) નોન-યુક્લિડીઅન ભૂમિતિ,
યુક્લિડીઅન ભૂમિતિ છે, તેમ સ્થાનિક રીતે આઈન્સ્ટાઈન ડાયનામિક્સ ન્યુટનનું ડાયનામિક્સ છે.
પંચ મહાભૂતોમાં આપણે પૃથ્વીની વાત કરતા હતા. પૃથ્વી એ પદાર્થ છે જે ઊર્જાનું ગઠન કરે છે જે અંતરીક્ષનું ગઠન છે અને આમ આપણે પંચમહાભૂતોમાં પૃથ્વી અને અંતરીક્ષ એમ બે મહાભૂતોની વાત કરી. (ક્રમશ:)ઉ