પવન કલ્યાણ સાથે ચમકશે બોલીવૂડ સુંદરી નોરા ફતેહી

પવન કલ્યાણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક લોકપ્રિય અભિનેતા છે, જેની ફિલ્મો જોવા દર્શકો આતુર હોય છે. પવન કલ્યાણની છેલ્લી ફિલ્મ ‘ભીમલા નાયક’માં તેના અભિનયને તેના ચાહકોએ ખૂબ વખાણ્યો હતો. ભીમલા નાયકની સફળતા બાદ પવન કલ્યાણે તેની આગામી ફિલ્મ ‘હરિ હરા વીરા મલ્લુ’ પર કામ શરૂ કરી દીધું છે.‘હરિ હરા વીરા મલ્લુ’ એક તેલુગુ એક્શન એડ્વેન્ચર ફિલ્મ છે, જેના લેખક-દિગ્દર્શક છે કૃષ જગરલામુડી. કૃષ આની પહેલા ‘ગૌતમીપુત્ર સાતકરાની’ તથા ‘કાંચે’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂક્યા છે.
પહેલા એવું સંભળાયું હતું કે બોલીવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ આ ફિલ્મમાં અભિનય કરશે, પરંતુ તાજેતરમાં મળેલી માહિતી મુજબ નોરા ફતેહી પવન કલ્યાણ સાથે ઓનસ્ક્રીન રોમાંસ કરતી જોવા મળશે. બોલીવૂડની ફિલ્મોમાં આઈટમ ગીતો માટે જાણીતી નોરા ફતેહી તેલુગુ સિનેમામાં પણ પોતાના અભિનયના કામણ પાથરવા સજ્જ છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નોરા ફતેહી ‘હરિ હરા વીરા મલ્લુ’ના આગામી શિડ્યુલમાં જોડાશે. આ ફિલ્મમાં તે મોગલ બાદશાહ ઔરંગઝેબની બહેનની ભૂમિકા ભજવશે. સાથે જ તેના પર એક ગીત પણ ફિલ્માવવામાં આવશે.
બોલીવૂડ અભિનેતા અર્જુન રામપાલ મોગલ બાદશાહ ઔરંગઝેબની ભૂમિકા ભજવશે. નિધિ અગ્રવાલ પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઉ-