પંજાબમાં ભટિંડા અને કાશ્મીરમાં ગુલમર્ગ સૌથી ઠંડાગાર
ચંડીગઢ: પંજાબ અને હરિયાણામાં ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે. ભટિંડામાં તાપમાન ૩.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જે બન્ને રાજ્યોમાંનું સૌથી ઓછું તાપમાન હતું. પંજાબના મોગામાં ૪.૨ ડિગ્રી સેલ્સિયસ, ગુરદાસપુરમાં ૭.૮ ડિગ્રી, હોશિયારપુરમાં ૬.૭ ડિગ્રી, લુધિયાણામાં ૭.૧ ડિગ્રી, અમૃતસરમાં ૬.૮ ડિગ્રી, ફરીદકોટમાં ૫.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે હરિયાણાના ફતેહબાદમાં ૪.૬ ડિગ્રી, હિસારમાં ૪.૭ ડિગ્રી, સિરસામાં ૫.૨ ડિગ્રી, ગુરુગ્રામમાં ૭.૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. બન્ને રાજ્યોની રાજધાની ચંડીગઢમાં ૯.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
કાશ્મીરના ગુલમર્ગમાં સૌથી ઓછું તાપમાન માઇનસ ૯.૨ ડિગ્રી નોંધાયું હતું. રાજધાની શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ૧.૮ ડિગ્રી, અમારનાથ યાત્રા માટેના બૅઝ કૅમ્પ પહેલગામમાં માઇનસ ૨.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી ૨૪ કલાકમાં આ વિસ્તારોમાં હળવા વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં ચિતોડગઢમાં ૨.૨ ડિગ્રી, ફતેહપુર (સિકર)માં ૩.૨ ડિગ્રી, ભિલવાડામાં ૩.૬ ડિગ્રી, ચુરુમાં પાંચ ડિગ્રી જ્યારે રાજધાની જયપુરમાં લઘુતમ તાપમાન ૮.૫ ડિગ્રી નોંધાયું હતું.
રાજધાની દિલ્હીમાં લઘુતમ તાપમાન ૬.૨ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણ પણ ધુમ્મસછાયુ હતું. વાયુની ગુણવત્તા-ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ૨૪૯ હતો, જે પુઅર કૅટેગરીમાં ગણાય. ઉ