બાળાસાહેબ ઠાકરેની બહેનનું નિધન
મુંબઇ: પ્રબોધનકાર ઠાકરેની દીકરી અને શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરેની બહેન સંજીવની કરંદીકરનું ૮૪ વર્ષની ઉંમરે નિધન થયું છે.
તેમનો જન્મ પૂનામાં થયો હતો અને તેમણે આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં હતાં. તેમણે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયામાં મશીન સેક્શન અધિકારી તરીકે કામ કર્યું હતું.શિવસેના પક્ષપ્રમુખ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેના ફોઇ થાય, જ્યારે ચિત્રપટ સેનાના હોદ્દેદાર કીર્તિ ફાટકના તેઓ માતા હતાં.
સંજીવની કરંદીકરને ગુરુવારે સાંજે દીનાનાથ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ફેસબુક પર પોસ્ટ કરીને સંજીવની કરંદીકરને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂણેમાં વૈકુંઠ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, તેવી માહિતી મળી છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રશ્મી ઠાકરે દ્વારા કરંદીકરના પરિવારને ફોન પર સાંત્વના આપી હતી. ઉ