ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી: માત્ર ભારત જ નહીં, વિશ્ર્વનાં બેસ્ટ સેલર પુસ્તકમાં શાનભેર સ્થાન!

રંગ છલકે -ક્ધિનર આચાર્ય
આપણે કોણ છીએ? આપણું વાસ્તવિક સ્વરૂપ શું છે? શું મૃત્યુ પછી બધું જ ખતમ થઈ જાય છે? આપણે કઈ રીતે જીવી રહ્યા છીએ? એવી કઈ શક્તિ છે જે આ સંસાર અને આપણા સૌનું સંચાલન કરી રહી છે? આપણે કોના આધીન છીએ? એવા રહસ્યમયી પ્રશ્ર્નોના ઉત્તર ‘યોગી કથામૃત’ પુસ્તકમાંથી મળશે. વ્યક્તિ વિશેષને સંતોષ આપવામાં અને આત્મસ્વરૂપના બોધ માટેનું આ માર્ગદર્શક પુસ્તક વીસમી સદીનાં શ્રેષ્ઠ ૧૦૦ પુસ્તકોની યાદીમાં સ્થાન ધરાવે છે. રાષ્ટ્રપિતા ગાંધીજીથી લઈ સુપરસ્ટાર રજનીકાંત અને રમતવીર કોહલી સુધીના દેશી-વિદેશી આમ ઓર ખાસ લોકોએ લેખક અને તેમના વિચારોથી પ્રભાવિત થઈ પોતાનો જીવન જીવવાનો દૃષ્ટિકોણ બદલ્યો છે. આ પુસ્તકના લેખક પરમહંસ યોગાનંદ ધાર્મિક ઉદારવાદીઓના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેનારા ત્રીજા ભારતીય સંત હતા. તેમના પહેલાં સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થે આ પ્રકારના ધર્મ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી વિશ્ર્વ ફલક પર ભારતના પ્રાચીન અધ્યાત્મ વિજ્ઞાનની સમજ આપી છે. વાત થાય છે, ‘ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી’ની. ગુજરાતી અનુવાદનું નામ છે: ‘યોગી કથામૃત’.
‘યોગી કથામૃત’ પુસ્તકને કિશોર સ્ટીવ જોબ્સે વાંચી તેનાથી પ્રભાવિત થતાં અધ્યાત્મની ખોજમાં હિમાલય આવ્યા હતા. વર્ષમાં એક વખત યોગી કથામૃતનો આસ્વાદ લેતા જોબ્સના આગ્રહથી એપલના સહસ્થાપક વોલ્ટર ઈસાકસન, સેલ્સસેર્સ.કોમના સીઈઓ માર્ક બેનીઓફ અને વિશ્ર્વનાં જુદાં જુદાં ક્ષેત્રોના મહાનુભાવોએ આ સૂક્ષ્મ દુનિયા અને તેવી જ શક્તિનો પાત કરાવતી આત્મકથાથી ઊર્જા મેળવ્યાનો પશ્ર્ચિમના દેશોના મંચ પર જાહેર એકરાર કર્યો છે.
સિતારવાદક પંડિત રવિશંકરે બિટલ્સના જ્યોર્જ હેરિસનને આ પુસ્તક માટે ભલામણ કરી તે પછી જ ‘બિટલ્સ’ ભારતીય સંસ્કૃતિ અને ગૂઢ અધ્યાત્મવાદ તરફ આકર્ષાઈ તેઓની પ્રતિભા ખીલી ઊઠી હતી.
યોગી કથામૃત એટલે જીવન પરિવર્તિત કરનારું પુસ્તક. એક એવું પુસ્તક જેના વાચનમાત્રથી જીવન જીવવાની શીખ સાથે જીવ સમૃદ્ધ બની જાય છે. જેમ જેમ પુસ્તક વાંચતા જઈએ તેમ તેમ જન્મથી આજ અને આજથી આવતી કાલ, ભવિષ્યમાં થનારા મૃત્યુ પછીના જીવન સુધીનો ખ્યાલ મળતો જાય. યોગી કથામૃતના વાચન દરમિયાન ક્યારેક આશ્ર્ચર્ય તો ક્યારેક અબોલ તો ક્યારેક એકદમ ઉત્સાહિત તો ક્યારેક અચેતન અવસ્થામાં પ્રવેશી જઈએ. એક રીતે જોવા જઈએ તો આ પુસ્તક માસ માટેનું નથી, ક્લાસ માટેનું છે. આમ છતાં આ પુસ્તકના માધ્યમથી લેખક પરમહંસ યોગાનંદે માત્ર અધ્યાત્મના જિજ્ઞાસુ જ નહીં, પરંતુ સમાજના દરેક વર્ગના જનજનને કંઈક ને કંઈક આપવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે.
સાહિત્યના પ્રકારથી યોગી કથામૃત પુસ્તક યોગી ગુરુ પરમહંસ યોગાનંદની આત્મકથા છે, પરંતુ જો જોવા જઈએ તો આશરે પાંચસો પાનાંનું આ દળદાર પુસ્તક ભારતવર્ષના એક આધ્યાત્મિક આત્માનું જીવન ઈતિહાસ, યોગ આંદોલનની ઉત્પત્તિથી ઉત્ક્રાંતિ અને ચમત્કારોનો ખજાનો છે.
એમ પણ કહી જ શકાય કે આ પુસ્તક એ પુસ્તક નહીં, પરંતુ અધ્યાત્મ અને વિજ્ઞાનના દરવાજાઓ પર જડસુઓએ ઠોકેલા તાળાને ખોલતી ચાવી છે. આટલું કાફી નથી, ખરા અર્થમાં યોગી કથામૃત સ્પિરિચ્યુઆલિટી અને ફિલસૂફીના રસિકો અને આ ક્ષેત્રમાં આગળ વધવા માગતા ઈચ્છુકો માટે ટેક્સ્ટ બુક કે રેફરન્સ બુક છે.
આ પુસ્તકના લેખક દ્વારા કૃષ્ણ અને ક્રાઈસ્ટે આધુનિક ગીતા અને બાઈબલની દુનિયાને ભેટ ધરી છે. યોગી કથામૃત ઈશ્ર્વરની પ્રસાદી છે એટલે કોઈને ભેટ સ્વરૂપે આપવા આ પુસ્તકથી વિશેષ કોહિનૂર પણ નહીં હોય.
વીસમી સદીની શરૂઆતમાં બંગાળમાં એક આધ્યાત્મિક ગુરુ, યોગી અને સંત થઈ ગયા - પરમહંસ યોગાનંદ. જેઓને નાનપણથી જ અધ્યાત્મ અને સંન્યાસ પ્રત્યે જબરદસ્ત આકર્ષણ અને જિજ્ઞાસા હતી. હિમાલયની આધ્યાત્મિક દુનિયા આ બાળકને સતત પોતાના તરફ કુતૂહલવશ ખેંચતી રહેતી હતી. શરૂઆતમાં તો આ બાળકના ઘર-પરિવારના સભ્યોએ બાળકને ધર્મ-અધ્યાત્મ અને બાવા-સાધુઓથી દૂર રહેવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ બાળકની આસ્થા પાસે બધું વામણું પડ્યું અને બાળક મુકુંદની આધ્યાત્મિક જીવન સફર શરૂ થઈ. જે યાત્રા અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત સેલ્ફ રિયલાઈઝેશન ફેલોશિપ સેન્ટરમાં સમાપ્ત થઈ. આમ, પ્રકૃતિની નિયતિ પાસે પરિવારની અનિચ્છા ન ચાલી અને સ્વામી યોગાનંદે પોતાને મળેલો દેહકાળ સાર્થક કર્યો.
બાળક મુકુંદ એટલે કે સંન્યાસી બની સ્વામી પરમહંસ
યોગાનંદ નામ ધારણ કરનાર આ આધ્યાત્મિક સંતે પોતાના જીવન દરમિયાન ઘણા બધા પ્રકારના યોગીઓ, સાધુ-સંતો, વૈજ્ઞાનિકો, ચમત્કારીઓ, ઈતિહાસ પુરુષો અને વિશ્ર્વપ્રસિદ્ધ નેતાઓથી મળ્યા. બસ આ બધા લોકોની મુલાકાતો, બાળપણના પ્રસંગો અને એ બધાને સંલગ્ન ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક વિચારો અને લેખકના અન્ય લોકો સાથેના જન્મોજન્મ સાથેનાં સંબંધો, બંધનો અને કર્મો સાથે ક્રિયાયોગની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે. ભારતના પશ્ર્ચિમ જગત સાથેના જૂના આધ્યાત્મિક સંબંધો પણ આ પુસ્તકમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી દર્શાવવામાં આવ્યા છે. ખાસ તો ક્રિયાયોગ માટે જ આ પુસ્તક લખાયું હશે, છે.
ભારતીય પરંપરા અનુસાર ક્રિયાયોગ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગીતામાં તેનો ઉલ્લેખ કર્યો જ છે. યુગોયુગથી ચાલી આવતી આ ક્રિયાયોગ શિક્ષા, પરંપરા આજથી બે સદી અગાઉ લુપ્ત થઈ ચૂકી હતી ત્યારે યોગાનંદજીના ગુરુ બાબાજીએ તેમના કેટલાક ખાસ શિષ્યોને તેની શિક્ષા
આપી હતી.
યોગાનંદજીએ ક્રિયાયોગની શિક્ષાના ફાયદા જોતાં તે પદ્ધતિ યોગી કથામૃત તથા અન્ય પુસ્તકોના માધ્યમથી અને ધ્યાન કેન્દ્રની સ્થાપનાથી સર્વસુલભ અને સરળ બનાવી. યોગી કથામૃતમાં ગાંધીજીએ પણ લેખક યોગાનંદ પાસેથી ક્રિયાયોગની શિક્ષા લીધી હોય તેના પ્રાસંગિક પુરાવાઓ ફોટા સહિત છે. આ સિવાય રજનીકાંતથી કોહલીની અપ્રતિમ સફળતા અને લોકપ્રિયતાનાં મૂળિયાં યોગી કથામૃત પુસ્તક, તેના લેખક અને લેખકના ગુરુ યુક્તેશ્ર્વરગિરિ, લાહિડી મહાશય અને ધી ગ્રેટ સોલ બાબાજી સુધી જઈ નીકળે છે.
યોગી કથામૃત પુસ્તક યોગ પરંપરા સાથોસાથ હિમાલય સહિત ભારતભરના સાધુ-સંત, સંન્યાસી અને યોગીઓથી પરિચિત કરાવે છે. વધુમાં વિજ્ઞાનનાં રહસ્યોને ઉકેલતા એવા કિસ્સાઓ રજૂ કરે છે જે તમારા વિશ્ર્વાસ બહાર રહેશે. જો વાંચો તો જાણો અને જાણો તો માનો-અનુભવો એ જ આ રોમાંચકારી પુસ્તકની સફળતાનું રહસ્ય મને લાગ્યું છે અને ખાસ તો માનવ મન-મગજ સાથે જોડાયેલા તમામ સવાલના જવાબ આ પુસ્તકમાં છે. જીવનના અર્થ સાથે મૃત્યુ બાદના જીવનની સંભાવનાઓ પર પણ આ પુસ્તક પ્રકાશ પાથરે છે. આ સિવાય ઈન્ટરનેટ પણ ઘણી બધી માહિતી અને જાણકારી ઉપલબ્ધ છે જ. યોગી કથામૃત વિશે બધું થોડું હું અહીંયાં કહી શકીશ?
યોગી કથામૃત પુસ્તક સાથોસાથ આ પુસ્તકના લેખક સ્વામી યોગાનંદ વિશે પણ જાણવું જરૂરી ખરું, કેમ કે સ્વામી યોગાનંદ પોતાના પુસ્તક જેટલી જ મહાન કક્ષા ધરાવે છે. વિદેશમાં તેઓ પર ફિલ્મો બની છે. તમે પણ નામ સાંભળ્યું જ હશે અથવા પિક્ચર જોયું હશે : અવેક. એ સિવાય સ્વામી યોગાનંદજી પર ભારતમાં બે-બે વાર ટપાલ ટિકિટ પણ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. એક વાર ૧૯૭૭માં અને બીજી વાર ૨૦૧૭માં. ભારતથી લઈ પશ્ર્ચિમના દેશોમાં ભારતીય યોગ પદ્ધતિના પ્રચાર-પ્રસારના તેઓ પાયોનિયર ગણાય છે. ઉ