ચીફ ઈકોનોમિક ઍડવાઈઝર તરીકે વી અનંત નાગેશ્ર્વરનની નિયુક્તિ
નવી દિલ્હી: સરકારે આજે ચીફ ઈકોનોમિક ઍડવાઈઝર (મુખ્ય આર્થિક સલાહકાર) તરીકે વી અનંત નાગેશ્ર્વરનની નિયુક્તિ કરી છે.
અગાઉ તેઓ ક્રેડિટ સ્યુઈઝ ગ્રુપ એજી અને જુલિયસ બૅર ગ્રુપના એક્ઝિક્યુટીવ હતા. તેઓ ડિસેમ્બર ૨૦૨૧માં ત્રણ વર્ષની મુદ્દત પૂરી થતાં વિદાય લઈ રહેલા કે વી સુબ્રમણિયમના અનુગામી બન્યા હતા. એક અધિકૃત યાદીમાં જણાવ્યાનુસાર તેઓએ આજથી હોદ્દો ગ્રહણ કર્યો હતો.