કિશોરોમાં વેક્સિન લીધા બાદ થતી કોઈપણ પ્રતિકૂળ અસરને તાત્કાલિક જાણ કરો: નિષ્ણાત
મુંબઈ: કિશોરોના રસીકરણના લગભગ એક મહિના પછી, રોગપ્રતિરક્ષા (એઈએફઆઈ) પછી પ્રતિકૂળ અસરના નોંધાયેલા કિસ્સાઓ પુખ્ત વયના લોકો કરતાં નહિવત્ અને ઘણા ઓછા છે. જોકે અહીં પ્રતિકૂળ અસરની જાણ કરવા અંગેની જાગૃતિનો સામાન્ય અભાવ છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે રસીકરણ બાદ અસ્વસ્થતા અથવા અંતર્ગત પરિસ્થિતિઓ અસામાન્ય સ્વાસ્થ્ય અસર તરફ દોરી શકે છે, ત્યારે તેમાંથી દરેકની સંપૂર્ણ તપાસ માટે તાત્કાલિક જાણ કરવી જોઈએ.એક કિસ્સો સાંગલીના ૧૬ વર્ષીય કિશોરનો છે, જેને તેની શાળામાં કોવિડ વેક્સિન લીધાના ત્રણ દિવસ પછી લોહીની ઊલટીઓ થઇ હતી. પરિવારે છોકરાને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો અને પરીક્ષણો પાછળ રૂ. ૩૦,૦૦૦-૩૫,૦૦૦ ખર્ચ્યા, પરંતુ કોઈ પણ જિલ્લા આરોગ્ય અથવા શાળાના અધિકારીઓને ઊલટીની અસામાન્ય વાતને જાણ કરવાનું વિચાર્યું નહીં. રસીકરણ પછી છોકરાને શરીરમાં દુખાવો થતો હતો, પરંતુ ત્રીજા દિવસે ઊલટીઓ શરૂ થઇ હતી.
છોકરાના કાકા ધનંજય મડવન્નાએ કબૂલ્યું હતું કે સત્તાવાળાઓને જાણ કરવાનું ક્યારેય બન્યું ન હતું. અમને ખબર ન હતી કે કેસની જાણ કરવા કોનો સંપર્ક કરવો. અમે હવે જિલ્લા અધિકારીઓને તેની જાણ કરી છે, એવું કાકાએ કહ્યું હતું. સાંગલીના જાહેર આરોગ્ય વિભાગના ડો. વિવેક પાટીલે જણાવ્યું હતું કે છોકરાને હાઈટસ હર્નિયા હોવાનું નિદાન થયું છે, જેના કારણે કેટલાક કિસ્સાઓમાં લોહીની ઊલટી થઈ શકે છે.