દિલ્હીના મોન્ગોલપુરી વિસ્તારમાં અતિક્રમણવિરોધી ઝુંબેશ

નવી દિલ્હી: નોર્થ ઍન્ડ સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ઑથોરિટીએ શુક્રવારે મોન્ગોલપુરીસ્થિત શહીદ ભગતસિંહ સ્ટેડિયમ સહિત શહેરના જુદા જુદા વિસ્તારમાં અતિક્રમણવિરોધી ઝુંબેશ આરંભી હતી.
અમુક લોકોએ આ સ્ટેડિયમના અમુક વિસ્તાર પર ગેરકાયદે કબજો કરી ત્યાં પશુઓને પણ રાખ્યા છે, એમ વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.
આ મિલકત એનએમડીસીના શિક્ષણ વિભાગ હેઠળ આવે છે, એમ તેમણે કહ્યું હતું.
શહીદ ભગતસિંહ સ્ટેડિયમના અંદરના વિસ્તાર પર અતિક્રમણ કરી પશુઓને જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું તેમણે કહ્યું હતું.
કારોલ બાગ ઝોનમાં સમયપુર બાદલી અને પ્રેમનગર વિસ્તારમાં પણ અતિક્રમણવિરોધી કાર્યવાહી કરવામાં આવી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
એનએમડીસીએ ગુરુવારે પોલીસને પત્ર લખી બાવાના વિસ્તારમાં આવેલી માંસની અનધિકૃત દુકાન સહિત અને ગેરકાયદે બાંધકામને શુક્રવારે તોડી પાડવાના હોઈ પૂરતી સુરક્ષા પૂરી પાડવાની માગણી કરી હતી. સેક્ટર ૧૮માં આવેલા સમયપુર બાદલી અને રોહિણી મેટ્રો સ્ટેશનના પટ્ટામાં અતિક્રમણવિરોધી કાર્યવાહી કરવા માટે પૂરતી સુરક્ષા પૂરી પાડવાની પણ તેમણે માગણી કરી હતી.
અગાઉ, દિલ્હીના વિવિધ વિસ્તારમાં પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી અતિક્રમણવિરોધી ઝુંબેશનો ગુરુવારે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર મદનપુર ખાદર વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓએ બુલડોઝરને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને સુરક્ષા અધિકારીઓ પર પથ્થરમારો કર્યો હતો.
મદનપુર ખાદર વિસ્તારમાં અતિક્રમણવિરોધી ઝુંબેશનો વિરોધ કરનાર નઆપથના વિધાનસભ્ય અમાનાતુલ્લાહ ખાનને પણ અન્યો સાથે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એસડીએમસી)એ મદનપુર ખાદર અને ધિરસેન માર્ગ પર તો નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એનડીએનસી)એ રોહિણી તેમ જ કારોલ બાગ વિસ્તારમાં અતિક્રમણવિરોધી કાર્યવાહી કરવામાં આવી હતી. એસડીએમસીના અધિકારીઓએ કહ્યું હતું કે મદનપુર ખાદરસ્થિત કાંચન કુંજ વિસ્તારમાં આવેલી બે-ત્રણ ઈમારત તેમ જ અમુક કામચલાઉ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. અતિક્રમણવિરોધી અમારી ઝુંબેશ ચાલુ જ રહેશે અને તેની આડે અવરોધ ઊભા કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)ઉ