ગરમીથી બચવા તમે એસી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા હોવ તો જોઇ લો આ નવું ટાઇટેબલ

મુંબઈ: એસી લોકલની સિંગલ ટિકિટના ભાડામાં ઘટાડાના એક અઠવાડિયામાં મેઈન લાઇનમાં એસી લોકલને નોંધપાત્ર પ્રતિસાદ મળ્યા બાદ સીએસએમટી અને કલ્યાણ સેકશનમાં વધુ 12 એસી લોકલ ટ્રેન દોડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન હાર્બર લાઇનમાં પ્રવાસીઓના અભાવે એસી લોકલ ટ્રેન સેવા પૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે, જયારે મેઇન લાઇનમાં રવિવારે અને જાહેર રજાના દિવસે પણ અમુક એસી ટ્રેન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે રવિવારના દિવસે પણ પ્રવાસ કરનારા લોકોને અસુવિધાનો સામનો કરવો પડે નથી. નવી ૧૨ એસી લોકલની સર્વિસ વધતા હવે મેઈન લાઈનમાં કુલ મળીને ૫૬ સર્વિસ દોડાવવામાં આવશે.
મેઈન લાઇનમાં આજથી અમલી બનેલું એસી લોકલનું ટાઈમટેબલ આ પ્રમાણે રહેશે.
AC local Time Table @Central_Railway pic.twitter.com/VTatVhBODt
— Shivaji M Sutar (@ShivajiIRTS) May 13, 2022 ">
AC local Time Table @Central_Railway pic.twitter.com/VTatVhBODt
— Shivaji M Sutar (@ShivajiIRTS) May 13, 2022
Comments

S K Mehta
May 14, 2022
A/C trains-Good facilities
