કોવિડ-૧૯ના વધુ ૨,૫૫,૮૭૪ દરદી
નવી દિલ્હી: દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોવિડ-૧૯ના વધુ ૨,૫૫,૮૭૪ દરદી નોંધાયા હતા. દેશમાં કોવિડ-૧૯ના અત્યાર સુધી નોંધાયેલા દરદીઓની સંખ્યા વધીને ૩,૯૭,૯૯,૨૦૨ થઇ હતી. અગાઉ, દેશમાં સતત પાંચ દિવસ કોવિડ-૧૯ના ત્રણ લાખથી વધુ દરદી નોંધાયા હતા. આરોગ્ય મંત્રાલયે સવારે આઠ વાગ્યે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬૧૪ દરદીનાં મોત થયાં હતાં. (એજન્સી)ઉ