૫૧ પોલીસ અધિકારી-કર્મચારીઓને સેવા ચંદ્રકોથી નવાજ્યા
મુંબઈ: પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ કેન્દ્ર દ્વારા મંગળવારે મહારાષ્ટ્રના ૫૧ પોલીસ અધિકારી-કર્મચારીઓને સેવા ચંદ્રકોથી નવાજવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાયલે પોલીસ અધિકારી-કર્મચારીઓના નામ સાથેની એક યાદી બહાર પાડી હતી.આસિસ્ટન્ટ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ મણિરામ ઉસેડી, સબ-ઇન્સ્પેક્ટર ભરત ચિંતામણ નાગરે, કોન્સ્ટેબલો મહેન્દ્ર ગણુ કુલેતી, સંજય બકમવાર, દીવાકર નારોટે, નિલેશ્ર્વર દેવજી પાડા અને સંતોષ પોતાવીને બહાદુરી માટે રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવ્યા હતા. ગઢચિરોલી જિલ્લામાં નક્સલવાદ વિરોધી કામગીરી બદલ તેમને ચંદ્રક અપાયા હતા.
દરમિયાન પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ ડિપાર્ટમેન્ટના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ વિજય કારગાંવકરને અનન્ય સેવા માટે ચંદ્રક આપવામાં આવ્યું હતું. ઉપરાંત એસઆરપીએફના કમાન્ડન્ટ પ્રહ્લાદખાડે, ઇન્સ્પેક્ટર ચંદ્રકાંત ગુંડગે અને સબ-ઇન્સ્પેક્ટર અન્વર બેગ મિઝાને પણ અનન્ય સેવા માટે ચંદ્રક અપાયા હતા.
સ્પેશિયલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ રાજેશ પ્રધાન, મીરા-ભાયંદર પોલીસના એસીપી ચંદ્રકાંત જાધવ, પુણે વાયરલેસ વિભાગના ડીવાયએસપી સીતારામ જાધવ, પરભણી એસીબીના ડીવાયએસપી ભરત હુંબે, લાતુર પોલીસના ઇન્સ્પેક્ટર ભરત લાવંડે, નવી મુંબઈ પોલીસના ઇન્સ્પેક્ટર અજયકુમાર લાંડગે અને મુંબઈ પોલીસના ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર મિસાળને ઉત્તમ સેવા માટે ચંદ્રક અપાયા હતા. (પીટીઆઇ)ઉ