દાહોદના જાનૈયાઓની લક્ઝરી બસને ચિત્તોડગઢ પાસે અકસ્માત: ૧૭ ઘાયલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દાહોદના જાનૈયાઓની લકઝરી બસને રાજસ્થાનના ચિત્તોડગઢ નજીક ઉદયપુર સિક્સલેન ઉપર અકસ્માત નડ્યો હતો, જેમાં દાહોદ અને અમદાવાદના ૧૭ લોકો ઘાયલ થયા હતાં. તેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ ખાતે રહેતો પરિવાર અજમેર ખાતે લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ ટ્રાવેલ્સમાં બેસીને દાહોદના જાનૈયાઓ પરત આવી રહ્યા હતાં ત્યારે ચિત્તોડગઢ-ઉદયપુર સિક્સલેન પર લકઝરી બસના ચાલકને ઝોકું આવી જતાં સાઈડમાં પાર્ક કરેલા ટ્રેલરમાં લકઝરી બસ અથડાઈ હતી. અકસ્માતમાં લકઝરી બસમાં એક બાજુના સ્લીપરમાં સૂતેલા ૧૭ જાનૈયાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી પસાર થતાં વાહન ચાલકોની મદદથી ઘાયલ જાનૈયાઓને બહાર કાઢ્યા હતાં. અને તમામ ઘાયલોને નજીકની હૉસ્પિટલના ટ્રોમાં વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં ત્રણની હાલત ગંભીર હોવાનું જણાવામાં આવ્યું હતું. ઉ