થાણેમાં આગ લાગતા ૧૭ પ્લાસ્ટિકના ભંગારના ગોદામ બળીને ખાખ

થાણે: મહારાષ્ટ્રના થાણે શહેરમાં શનિવારે વહેલી સવારે શીલ ફાટા પાસે આવેલા એક વેરહાઉસ સંકુલમાં પ્લાસ્ટિક ભંગારના ૧૭ ગોદામ બળીને ખાખ થઇ ગયા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
થાણે પાલિકાના રીજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (આરડીએમસી)ના અધિકારી સાંવતે જણાવ્યું હતું કે આગમાં ૧૭ ગોદામ બળીને સંપૂર્ણપણે ખાખ થયા હતા. પરોઢિયે ૪ વાગ્યે આગ લાગી હતી. કોઇ પણ જાનહાનિ થઇ નથી. જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલિસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.
આગ પાછળનુંં કારણ જાણવા મળ્યું નથી. હાલમાં કુલિંગ ઓપરેશન ચાલુ છે. ઉ