રેલવે સ્ટેશનો પર ૧૦૦ ફૂડ પ્લાઝા ખોલશે
નવી દિલ્હી: રેલવે સત્તાવાળાઓ ઇન્ડિયન રેલવે ટુરિઝમ ઍન્ડ કેટરિંગ કૉર્પોરેશન (આઇઆરસીટીસી) પાસેથી હવાલો પોતાને હસ્તક લઇ સ્ટેશનો પર ૧૦૦ ફૂડ પ્લાઝા ખોલશે જેનાથી રેલવેને એક આવક ઊભી થાય.
શરૂઆતમાં આ જવાબદારી આઇઆરસીટીસી પાસે હતી, પરંતુ ચાલતી ટ્રેનમાં ભોજન પૂરું પાડવાની જવાબદારી અદા કરનાર આઇઆરસીટીસી સ્ટેશનો પર ફૂડ પ્લાઝા ખોલવાના કામને પહોંચી વળતી ન હોવાથી હવે આ જવાબદારી ઝોનલ રેલવેને સોંપવામાં આવી છે. ૧૭ ઝોનલ રેલવેઝને એક ઑર્ડર પાઠવવામાં આવ્યો હતો, જેમાં સ્ટેશનો પર કોઇ ફાજલ જગ્યા હોય ત્યાં ફૂડ પ્લાઝા ઊભા કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ બાબતે ૧ વર્ષથી વધુ સમયથી કોઇ જગ્યા ફાજલ પડી હોય તો તેની સમીક્ષા કરવાનું કામ ઝોનલ રેલવેના જનરલ મૅનેજરોને સોંપવામાં આવ્યું છે. ઉ