મુંબઈમાં બીજી જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ કરવાનો આદેશ પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવ્યો હોવાની ખબર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
ત્યારે આ મુદ્દે મુંબઈના એડિશનલ પોલીસ કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલે આ ખબરને અફવા ગણાવતાં જણાવ્યું હતું કે, મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવશે એ ખબર એક અફવા છે. તેમાં કોઈ તથ્ય નથી. કાયદા અને સાર્વનજનિક વ્યવસ્થામાં બાધા ઉત્પન્ન ન થાય અને ગેરકાયદે તથા ગેરમાર્ગે દોરનારા આંદોલનને રોકવા માટે સંબંધિત કલમ હેઠળ પોલીસ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.
આ આદેશ દર 15 દિવસે આપવામાં આવે છે, જેની અસર સામાન્ય લોકોના જીવન પર થતી નથી. તેથી કર્ફ્યૂનો કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી.