Homeવીકએન્ડવાઇઝનહાઇમમાં આર્ટ, વાઇન અને કાફેઝની જમાવટ...

વાઇઝનહાઇમમાં આર્ટ, વાઇન અને કાફેઝની જમાવટ…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

કાર્લ-હાઇન્ઝ અન્ો સોન્યા સાથે કોઇ પ્લાનિંગ વગર નીકળી પડવાનું કેટલું મજાનું બની રહેશે ત્ોનો મન્ો કોઇ અંદાજ ન હતો. અમે ઘરથી માંડ ચાલીસ્ોક કિલોમીટર દૂર હતાં. કાલસ્ટાટનો આઇસક્રીમ હજી દાઢમાં હતા. ત્ોમના લિસ્ટ પરની મિશેલીનસ્ટાર રેસ્ટોરાંની માહિતી અમે લઈ ચૂક્યાં હતાં. હજી વધુ એક રેસ્ટોરાં જોવાનું બાકી હતું. આ ટચૂકડી રોડ ટ્રિપ પર નીકળવાનું પ્રયોજન ફાલ્ઝના વાઇન રિજનમાં મિત્રો સાથે મજા કરવા જઈ શકાય ત્ોવી સારી હાઈ એન્ડ રેસ્ટોરાંનાં લોકેશન અન્ો મેનુ જોઈન્ો ત્યાં જવા માટે બ્ાુકિંગ કરાવવા જેવું છે કે નહીં ત્ો નક્કી કરવાનું હતું.
હવે એક પછી એક વાઇનગુટ જોયા પછી ક્યાંક બ્રેક લેવાની પણ ઇચ્છા થાય ત્ો સ્વાભાવિક છે. મોટાભાગ્ો વાઇનગુટમાં એક જુનવાણી જર્મન ફાર્મહાઉસ બિલ્ડિંગ, વિનયાર્ડ અન્ો એક ઓલ્ડ સ્કૂલ રેસ્ટોરાં જેવો સ્ોટઅપ હોય છે. ત્ોના બદલે અમે એક એવા મોડર્ન વાઇનગુટ ‘રેશર્ટ’ પર રોકાયાં જ્યાં એક સ્લોપ પર મોડર્ન બ્ોન્ચ, બીનબ્ોગ્સ અન્ો ચેર્સ રાખેલાં. સ્લોપના ઘણા હિસ્સા પર માત્ર ઘાસમાં બ્ોસવાની જગ્યા હતી. લોકો પોતાની પિકનિક મેટ લઈન્ો આવતાં અન્ો ત્યાં જ બ્ોસીન્ો વાઇન ટેસ્ટિંગ મેનુ આર્ડર કરતાં. અમન્ો તો સરસ ત્રણ ચેર મળી ગઈ. સ્લોપ પર સામેનાં બીજાં ખેતરોનું પ્ોનોરમા દૃશ્ય અમારા માટે હાજર હતું. અમે અહીં ફેલ્ઝર રોઝે વાઇન ચાખી અન્ો કાર્લ-હાઇન્ઝન્ો તો ત્ો એટલી ગમી ગઈ કે ત્ોણે પાછા જઈન્ો ત્ોની ત્રણ બોટલ જ ખરીદી લીધી.
અહીંથી એક અત્યંત રસપ્રદ સાઇટ તરફ ડીટૂર લેવાનો મોકો આવ્યો ત્યારે અમે એ તરફ વળી જ ગયાં. અમે ફ્રીન્સહાઇમ્સ ઓક્સ્ોલકોફ તરફ આવી ગયાં. અમન્ો તો એમ કે અહીં એક નાનકડું સ્ટેચ્યૂ જોઈન્ો આગળ નીકળી જઈશું, પણ ત્યાં તો વ્યૂઝની ઉજાણી છે. એટલું જ નહીં, આ સ્ટેચ્યૂ પર ફાલ્ઝ વાઇન પર કવિતા કોતરેલી છે, અન્ો એક સિલિન્ડર પર એક આકર્ષક માણસનું માથું છે. આસપાસનાં લોકો ત્ોન્ો વ્હાલથી એલ્વિસ કહીન્ો બોલાવે છે. ત્ોન્ો શિલ્પી કર્ટ હેર્ઝે ખાસ ફાલ્ઝની વાઇનના ચાહકો અન્ો હાઇકરોન્ો ધ્યાનમાં રાખીન્ો બનાવ્યું છે. સિલિન્ડરની નીચે એક બ્ોન્ચ જેવી ફ્રેમ છે જ્યાં હાઇક કરીન્ો પહોંચો પછી બ્ોસીન્ો રાહતનો શ્ર્વાસ લઈ શકાય છે અન્ો સીધું ડ્રાઇવ કરીન્ો ડેટ માટે પહોંચ્યા હોવ તો ત્યાં વાઇનની બોટલ પણ ખોલી શકાય ત્ોવું છે. હજી જિનાલ્સનું લિસ્ટ પ્ાૂરું કરી શકીએ ત્ો પહેલાં વાઇઝનહાઇમમાં વધુ એક સાઇટ ધ્યાનમાં આવી. અહીંથી પસાર થઈએ તો અત્યંત પૌરાણિક રોમન વિનયાર્ડ જોવું જ રહૃાું. ખાસ તો અહીં મજા એ છે કે હજારો વર્ષો પહેલાં આ જ જર્મન ટેકરી પર રોમન રાજ હતું ત્યારે અહીં ઇટાલિયન સ્ટાઇલ વાઇન બનતી હતી. આ વાઇનગુટમાં ઓલ્ડ સ્ટાઇલ વાઇન પ્રેસન્ો રિસ્ટોર પણ કરવામાં આવ્યું છે. આ રોમરકેલ્ટર વાઇનગુટનો એક હિસ્સો તો મ્યુઝિયમમાં જ ફેરવી દેવામાં આવ્યો છે. અહીં કાર જરા દૂર પાર્ક કરીન્ો ચાલીન્ો જવું પડેલું. આજે તો અહીં વાઇન આધુનિક રીત્ો જ બન્ો છે, પણ ત્ોમણે રોમન સમયની ઈમારતનો હિસ્સો જાળવી રાખ્યો છે.
વાઇઝનહાઇમ આસપાસનો વિસ્તાર એટલો રસપ્રદ છે કે અહીં એક પછી એક નવીનતા અમારી સામે આવ્યા કરતી હતી. બ્ો રેસ્ટોરાંનાં નામ અન્ો એક કાફે સિવાય અમે કશું નહોતું શોધ્યું, બધું જ રસ્તાએ અમન્ો બતાવેલું. ફાલ્ઝ વાઇન સ્ટેચ્યૂ અન્ો રોમન વાઇન પ્રેસનાં બંન્ો લોકેશન પર સાઇકલ કે હાઇક કરવાનો રૂટ પણ નોંધી લીધેલા. હવે અહીં એકવાર આખો દિવસ લઈન્ો આવવાનું પણ બનશે જ. બીજી વિગતો બાદ કરો તો પણ રોમન સમયે વાઇન કઈ રીત્ો બનતી ત્ોનું ભીંતચિત્ર જોવા માટે પણ આ રસ્ત્ો જવું જ રહૃાું.
જિનાલ્સનજ લિસ્ટ પરનું બીજું રેસ્ટોરાં ‘વાઇનગુટ આમ નાઇલ’ અત્યંત આકર્ષક લાગતું હતું. ત્ો સમયે તો ત્ો પણ બંધ જ હતું. પણ અહીં તો આવવું જ પડશે ત્ો વાઇબ અમે નોંધીન્ો પાછાં ગયાં. આ જ વિસ્તારમાં બીજા પણ ઘણાં મજેદાર વાઇનગુટ અન્ો રેસ્ટોરાં હતાં જ. એક પછી એક ગલીમાં ફાલ્ઝની વાઇનન્ો પ્રમોટ કરતાં ડેકોરેશન દેખાતાં હતાં. આ વર્ષે બ્ો વર્ષના કોવિડ ગ્ોપ પછી ફરીવાર દુર્કહાઇમનો વાઇન ફેસ્ટિવલ ઊજવાયો હતો. લાંબા વીકએન્ડ પર લોકો અહીં પણ રખડવા નીકળી પડેલાં. અમે પણ ત્ોમાં જોડાઇ ચૂક્યાં હતાં. બપોરે હજી હોટલથી નીકળેલાં લોકો ક્યાં જવું ત્ોના માટે મેપ્સ તપાસી રહેલાં, અમે તો ત્ોમન્ો હવે ટિપ્સ આપી શકીએે એટલાં અનુભવી બની ગયેલાં. અંત્ો સોન્યા કહે કે કાફે ઝોલો તો જવું જ પડશે. હવે ત્યાં પહોંચવા માટે છેલ્લી નાનકડી હાઇક કરવી પડી. વાઇઝનહાઇમ એટલું સુંદર રીત્ો સજાવેલું હતું કે સાધારણ જુનવાણી ઘરો પણ મ્યુઝિયમ કે ડિઝાઇનર રેસ્ટોરાં જેવા લાગતાં હતાં. એવામાં કાફે ઝોલો કોઇ પિક્સી ફેરી વર્લ્ડ જેવું લાગતું હતું. અહીં દરેક ટેબલ અલગ ડિઝાઇનનું હતું. રસ્ટિક લૂક વચ્ચે મર્યાદિત મેનુમાં ત્ો દિવસ્ો બ્ોક થઈ હોય એ જ કેક્સ અન્ો સ્ોન્ડવિચ મળતી. કાફે ત્ોના માહોલના કારણે દૂર દૂર સુધી લોકપ્રિય બની ગયું છે.
ફાલ્ઝ આર્ટનામે વધુ એક વાઇનગુટ પાસ્ોથી પસાર થયાં અન્ો ત્યાં અમન્ો વાઇનનું એટીએમ દેખાઈ ગયું. અત્યંત પોશ સિસ્ટમથી ચાલતું આ એટીએમ જોઈન્ો લાગ્યું કે ફાલ્ઝ ભલે ટસ્કની કે બરગન્ડી જેટલું લોકપ્રિય ન હોય, ત્યાં આવનારાં લોકો માટે અહીં એક પછી એક આકર્ષણો નીકળ્યે જ જાય છે. ડીનર ટાઇમ પહેલાં અમારે પાછાં ઘરે પહોંચવાનું હતું, બાકી અમારી પાસ્ો હવે આ વિસ્તારમાં જોવાલાયક સ્થળોનું નવું લિસ્ટ બની જ ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular