Metro-3 માટે વધુ રેકનું આગમન

આમચી મુંબઈ

મુંબઈ: મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો (કોલાબા-સિપ્ઝ) માટે શુક્રવારે વધુ એક રેક (ચાર કોચ)નું મુંબઈમાં આગમન થયું છે.
મંગળવારે સૌથી પહેલી રેક ૧૩ દિવસે મુંબઈમાં પહોંચી હતી, જ્યારે આ રેકને આંધ્ર પ્રદેશથી આવતા ૧૦ દિવસ લાગ્યા છે. આ બે રેક (આઠ કોચ)ને હવે તમામ સ્પેરપાર્ટસને એક કરવાનું કામકાજ પૂરું કરવામાં આવ્યા પછી એમએમઆરસી દ્વારા તૈયાર કરવામાં આવેલી સાઈટ્સ પર પરીક્ષણ કરવામાં આવશે.
નવી ટ્રેનની પૂરી ચકાસણી કરવામાં આવ્યા પછી હંગામી ધોરણે ઊભી કરવામાં આવેલી સાઈટ્સ પર બંને રેકની ટ્રેક પર ટેસ્ટિંગ કરવામાં આવશે, એમ એમએમઆરસીએલના અધિકારીએ જણાવ્યું હતું. મેટ્રો-થ્રી માટે તૈયાર કરવામાં આવેલી આ રેકનું લગભગ ૧૬૮ ટન જેટલું વજન ધરાવે છે, જેમાં પ્રત્યેક એક કોચનું વજન ૪૨ ટનનું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.