અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
દુનિયામાં છેલ્લાં ત્રણેક વર્ષથી કોઈન્ો કોઈ કારણસર ઊથલપાથલ થયા કરે છે. એવામાં કમસ્ોકમ હવે ૨૦૨૦ જેવો સમય નથી કે ઘરમાં જ ભરાઈન્ો બ્ોસી રહેવું પડે. ઘણાં પ્રવાસીઓ જ્યારથી બોર્ડર્સ ખૂલી છે ત્યારથી જાણે વેન્જન્સ ટૂરિઝમ જ કરી રહૃાાં છે. અમે પણ જમૈકા, ગ્રીસ, આલ્બ્ોનિયામાં સરખીથી રખ્ખડપટ્ટી કર્યા પછી હવે આર્જેન્ટિનાનો પ્લાન બનાવી રહૃાાં છીએ. ફરી અમેરિકાથી જિગર, આનલ અન્ો આર્યા આવશે. અમે જર્મનીથી જઈશું.દુનિયાના કોઈ ખૂણામાં મળવાનો અમારો પ્રમાણમાં નવો નિયમ જાળવી લઈશું અન્ો સીધાં બુએનોસ એરેસમાં મળીશું. જોકે ત્ોના માટે ઘણા લાંબા સમયથી ત્ૌયારીઓ ચાલી રહી છે. ક્યાં ક્યાં જવું છે, કયાં સ્થળો પસંદ કરવાં, ક્યાં કેટલું રહેવું, હોટલ પસંદગી, ગાઇડેડ ટૂર લેવી કે નહીં, સાથે હાઇક કરવાની કેટલી કેપ્ોસિટી છે ત્ો બધી વાતો પર ચર્ચા ચાલી રહી છે. હવે એક જ અઠવાડિયાની વાર છે. અમે ખાસ પાટાગોનિયા જવાનાં છીએ, એટલે હાઇક કરવાનું પણ બનવાનું જ. દુનિયાના એ છેડે અમારે મોટાભાગ્ો હાઇક જ કર્યે રાખવી પડશે. આમ પણ પ્રવાસમાં મોટાભાગનો સમય ચાલવાન્ો જ ફાળવવાનો હોય છે. ત્ોના માટે અમે હાઇકની પ્રેક્ટિસ પહેલેથી જ ચાલુ કરી દીધી છે.
દર વીકએન્ડ પર કમસ્ોકમ નવ-દસ કિલોમીટરની રફ ટરેઇન પકડીન્ો અમે ઓડનવાલ્ડમાં નીકળી પડીએ છીએ. મજાની વાત એ છે કે હવે ઘરે બ્ોઠાં બ્ોઠાં દર વીકએન્ડ પર કુદરત કે ઇતિહાસનું કોઈ નવું પાનું જોવાં મળી જાય છે. ક્યારેક મિત્રો સાથે આવે છે, બાકી હું અન્ો કુમાર તો છીએ જ. કોમૂટ જેવી ઓપ્સની મદદથી ટ્રેઇલ કેટલી લાંબી, કેટલી મુશ્કેલ છે, ત્ો બધું જાણવા મળી જાય છે. ઘણી ટ્રેઇલની શરૂઆત કરવા માટે તો અમે ઘરેથી જ ચાલીન્ો નીકળીએ છીએ. ઓડનવાલ્ડના પહાડો, ટેકરીઓ અન્ો થોડો જંગલનો વિસ્તાર ઘરની પાસ્ો જ છે. ઘણી વાર સાઇકલ પણ સાથ આપી દે છે. જોકે ટ્રેઇલ લાંબી હોય તો પછી પાર્કિંગ સુધી ડ્રાઇવ કરવામાં જ શાણપણ છે. ખાસ તો એટલા માટે કે હાઇક પત્ો પછી ત્ોનું ગૌરવ લેવા માટે પણ કેપ્ોસિટી બાકી હોવી જોઈએ ન્ો.
એવી જ એક હાઇક માટે અમે ઘરથી માંડ પાંચેક કિલોમીટરના અંતરે હોહેનસાખ્સ્ોન વિસ્તારમાં પહોંચ્યાં. ત્યાં એક તરફ રહેણાંક વિસ્તાર છે, એક તરફ ફ્રૂટ ઓર્ચર્ડ્સ, એક તરફ વિનયાર્ડ્સ અન્ો એક તરફ બહારની દુનિયાનો રસ્તો. અમે એ રસ્ત્ો ત્યાં ડ્રાઇવ કરીન્ો પહોંચ્યાં.દસ કિલોમીટરથી વધુ હાઇક કરવું હતું એટલે ત્યાં ચાલીન્ો પહોંચવાનો કોઈ અર્થ ન હતો. ત્યાં સ્થાનિક સ્પોર્ટ્સ પાર્કના ક્લે કોર્ટ પાસ્ો પાર્કિંગથી જ વિનયાર્ડ દેખાવા માંડ્યાં હતાં. આ હોહેનસાખ્સ્ોન અન્ો અમારો ઘરનો વિસ્તાર સુલ્ઝબાખ, બંન્ો વાઇનહાઇમ શહેરનો ભાગ છે. આ વાઇનહાઇમના નામનો અર્થ તો થાય વાઇનનું ઘર, પણ ત્યાં પ્રમાણમાં વિનયાર્ડની સંખ્યા ઘણી ઓછી છે. જે છે ત્ો પણ પ્રાઇવેટ ફેમિલીઝનાં જ છે. એલસાસ, ફાલ્ઝ કે જર્મન વાઇન રોડની જેમ ત્યાં કોઈ વાઇન બનાવનાર ઐતિહાસિક કંપનીઓ નથી. જોકે આ વિસ્તારની મજા એ છે કે અહીં ક્યારે ઇતિહાસનું કોઈ અલગ જ પાનું તમારી સામે ખૂલી જાય કંઈ કહેવાય નહીં.
વિનયાર્ડમાં થઈન્ો અમે અમારી ટ્રેઇલ તપાસવા માટે એક બોર્ડ પાસ્ો આવ્યાં, ત્યાં જ એક બીજું ટચૂકડું બોર્ડ પણ હતું. ત્ો એક એરો ‘ગ્રુબ્ો મારી’ તરફ બતાવતું હતું. જર્મનમાં ‘ગ્રુબ્ો’ એટલે ખાણ. હવે આ વિસ્તારમાં ખાણ હોવાની વાતો સાંભળી તો છે, પણ ત્ોનો પ્રવેશ અન્ો ત્ોનું મ્યુઝિયમ અહીં છુપાયેલાં છે ત્ો અમે નહોતું ધાર્યું. ગ્રુબ્ો મારી એટલે કે મારી નામની આ ખાણ અહીં કમસ્ોકમ પદરસો વર્ષોથી તો છે જ. મધ્ય યુગ દરમ્યાન ત્ો સૌથી વધુ એક્ટિવ હતી. હજી આજે પણ ત્યાં અંદર જઈન્ો વિત્ોલા સમયની હિલચાલના અવશેષો જોઈ શકાય છે. આ વિસ્તારની પાંચ મોટી ટ્રેઈલમાં ગ્રુબ્ો મારી સૌથી પહેલાં નંબર પર હતી. એટલું જ નહીં, ત્યાં પહોંચવા માટે કોઈ મોટી હાઇકની જરૂર ન હતી. માત્ર એકાદ કિલોમીટરમાં તો ખાણના એન્ટ્રન્સ પર અમે આવીન્ો ઊભાં રહી ગયાં.
આ ખાણનો એન્ટ્રન્સ એટલો ટચૂકડો હતો કે ત્ોના વિષે જે વાંચેલું ત્ોની સાથે જરાય મેળ નહોતો ખાતો. જોકે જર્મનીમાં ઘણી મહત્ત્વની જગ્યાઓ એટલી મોડેસ્ટ હોય છે કે ત્ોમના ઐતિહાસિક મહત્ત્વ કે મૂલ્યના પ્રમાણમાં ત્ો જોવામાં સાવ સાધારણ લાગતી હોય. આ પહેલાં અમે અમેરિકામાં બોડી સ્ટેટ ન્ોશનલ પાર્કમાં એક પ્રોફેશનલ માઇનનો વિસ્તાર જોયેલો. ત્ો વિસરાયેલા શહેરમાં પણ ખાણનો વિસ્તાર તો ભપકાદાર લાગતો હતો. ખાણન્ો યાદ કરતાં મારા મગજમાં તો માત્ર બ્ો જ રેફરન્સ હતા. એક યશ ચોપડાની ફિલ્મ ‘કાલા પથ્થર’ અન્ો બીજું ખ્યાતનામ ચિત્રકાર વેન ગોગનો ખાણમાં વિત્ોલો સમય દર્શાવતું ત્ોની બોયોગ્રાફીનું ચેપ્ટર. ખાણ શબ્દ સાથે જ મગજમાં અન્ોક વિચારો આવવા લાગ્ો. અહીં ગ્રુબ્ો મારી પર તો સાવ નાની દીવાલ પર એક વોલ કપ બર્ડમાં થોડી ચાવીઓ અન્ો બ્ો-ત્રણ નોટિસ હતી. અહીં સારા વેધરમાં દર ચોથા શનિવારે એક ગાઇડેડ ટૂર થાય છે. ત્ો સિવાય અદર જવાનું શક્ય નથી. એટલું જ નહીં, ભર શિયાળામાં અંદર માત્ર ચામાચીડિયાં હાઇબરન્ોટ કરવા આવે છે.
ભૂતકાળમાં અહીંથી ચાંદી અન્ો સીસુું નીકળતું. બહારથી જાણવા મળ્યું કે અહીં મહિનામાં એકવાર જે ટૂર થાય છે, ત્ો દરમ્યાન અંદરના ત્રણ મેઇન રૂટ પર લઈ જવામાં આવે છે. અંદર પંદરમી સદી, અઢારમી સદી અન્ો ઓગણીસમી સદીના ત્રણ અલગ રૂટ્સ છે. અન્ો ત્ો ત્રણેય સમયગાળાની ખાણમાં કામ કરવાની પદ્ધતિ અન્ો સાધનો અલગ અલગ પ્રકારનાં હતાં. ગાઇડ સાથે આ બધું હવે વિગત્ો જાણવાની ઇચ્છા થતી હતી. એટલું જ નહીં, આખાય રાઇન-માઇન વિસ્તારની બીજી ખાણોની સાથે અહીં જિયોલોજીમાં રસ ધરાવનાંરાં રસુડાં લોકોન્ો જલસા થઈ જાય ત્ોવું છે. હવે આ સમયે તો આ ખાણ જાણે બ્ૉટ કેવ જ હતી. ગાઇડેડ ટૂર માટે અમારે થોડા મહિનાની રાહ જોવી પડે ત્ોમ છે. હજી થોડા કલાકો પહેલાં આ ખાણ અહીં છે ત્ો અમન્ો ખબર પણ ન હતી. હવે ત્ોન્ો અંદરથી જોવા માટે અમન્ો બ્ો મહિના લાંબા લાગ્ો છે.