મોનોલિથોસ: વાત એકલવાયા ગ્રીક કિલ્લાઓની…

વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકી

માણસનું મગજ પણ સાવ સરળતાથી નવી પરિસ્થિતિન્ો અડેપ્ટ કરી લેતું હોય છે. અમે જીપીએસથી છેલ્લાં થોડાં વર્ષોથી એવાં હેવાયાં થઈ ગયાં છીએ કે સાદો કાગળનો નકશો વાપર્યાન્ો એક દશક ઉપર થઈ ગયું હતું. એવામાં મોનોલિથોસ પહોંચીન્ો જાણે અમે ત્યાં સફળતાપ્ાૂર્વક પહોંચીન્ો સ્ોલિબ્રેટ જ કર્યું. મોનોલિથોસ પાસ્ો નીચે એક નાનકડું ગ્રીક કાફે હતું. ત્યાંનો માહોલ બરાબર ટૂરિસ્ટી હતો. બાકી ત્યાં પાંચ કિલોમીટર દૂર અમે જે બહેન પાસ્ોથી થોડું ઓલિવ ઓઇલ અન્ો મધ લીધું હતું ત્ોમની હાટ સિવાય બીજું કશું દેખાયું નહીં. જોકે મોનોલિથોસ નામે આખું ગામ પણ નજીકમાં જ છે. અમે પહેલાં મોનોલિથોસના દૂરથી પ્ોનોરમા વ્યુ માટે એક ટેકરી પર રોકાયેલાં ત્યાં એક ટૂરિસ્ટ બસ પણ આવી ચઢેલી. હવે આ વિસ્તારની એકલતા જાણે અચાનક જ ગાયબ થઈ ગઈ. એટલું જ નહીં, મોનોલિથોસ ચઢતી વખત્ો તો અમારે ફરી માસ્ક પહેરવા પડે એટલી ભીડ થઈ ગઈ હતી.
ટાવર પર પહોંચવા સાથે જ એક નાનકડી ટિકિટબારી આવી, પણ અંદર કોઈ બ્ોઠું ન હતું અન્ો નાનકડી ઓરડીમાં કોઈ સામાન પણ ન હતો. જે પણ સ્ટિકર લાગ્ોલાં હતાં ત્ો પણ ૨૦૨૦ પહેલાંનાં હતાં. અહીં હજી ટૂરિઝમ ચાલુ તો નથી થયું પણ કોઈન્ો ટૂરિઝમ ચાલુ કરવામાં રસ પણ ન હોય ત્ોવું લાગ્યું. મોનોલિથોસની ઇમારતન્ો જાળવવા માટે પણ બજેટ તો જોઇતું હશે ન્ો. ત્યાં બધાં ટિકિટ વગર જ આંટો મારી આવ્યાં. અંદર એક નાનકડી ચેપલ હતી અન્ો ત્યાં અંદર દીવાબત્તી પણ કરેલાં હતાં. જોકે ત્યાં નવા આવેલાં ટૂરિસ્ટ સિવાય કોઈ હતું નહીં. નજીકના ગામથી લોકો અહીં અવરજવર તો કરતાં જ હશે. ૧૦૦ મીટર ઊંચા ખડક પર બંધાયેલા આ કિલ્લાન્ો ફરીન્ો જોવામાં કંઈ વાર ન લાગી, પણ ત્યાંથી દરિયાનો વ્યુ, અન્ો ખાસ ટરકોઇઝ અન્ો ડાર્ક બ્લુ રંગનું પાણી જોવામાં તો દિવસો ઓછા પડે. અહીં ખડકની પાળી પર જ બ્ોસી શકાય ત્ોમ હતું. બાકી કિલ્લો રહેવા માટે ખાસ કમ્ફર્ટેબલ નહીં રહૃાો હોય.
કિલ્લામાં જોકે મોટાભાગ્ો સ્ૌનિકો જ રહૃાા હશે. રોડોસમાં આ દિશાથી અટેક ન થઈ જાય ત્ો માટે અહીં સ્ૌન્યનો વોચ ટાવર હતો. જોકે કિલ્લો બારમી સદી પહેલાં વોચ ટાવર તરીકે શરૂ થયો, ત્યાં ધીમે ધીમે રાજ પરિવારન્ો રહેવામાં પણ રસ પડ્યો હોવો જોઈએ. કારણ કે પાછળથી બાયઝોન્ટિયન સમયમાં તો ત્યાં કિલ્લાનું સ્વરૂપ ભવ્ય બની રહૃાુંં હોવું જોઈએ. પંદરમી સદી પછી અહીં ટર્કિશ રાજાઓએ કબજો જમાવી દીધો હતો. સત્તરમી સદી પછી ત્યાં દરેક બાજુ ટર્કિશ શાસન જ હતું એટલે અહીંથી નજર રાખવાની કોઈ જરૂર રહી નહીં હોય. વળી બ્યુટીફુલ વ્યુની રોડોસમાં કંઈ કમી નથી, એટલી જરૂર પ્ાૂરી થઈ જતાં આ ગોર્જિયસ કાસલન્ો છોડીન્ો રાજ પરિવાર નીકળી ગયો હોવો જોઈએ. ત્યાં જે પણ કંઈ કિંમતી હતું ત્ો લૂંટાઈ ગયેલું અન્ો ત્યાં જઈન્ો વસવા માટે ત્યાંનું ચઢાણ ઘણું કપરું છે. પાંચસો વર્ષથી જ્યાં કોઈ રહૃાું ન હોય ત્ોવી ઇમારતના પ્રમાણમાં મોનોલિથોસ ઘણું મજબ્ાૂત રહૃાું હોવું જોઈએ.
મોનોલિથોસ પર પ્ોટ ભરીન્ો વ્યુ જોયો, સાથે લાવેલી સ્ોન્ડવિચ ખાધી અન્ો નકશામાં ત્ો પછીનું સ્ટોપ જોયું. રોડોસ જાણે મોનોલિથોસ જેવા અવાવરૂ છોડી દેવામાં આવેલા કિલ્લાઓ અન્ો બાંધકામોથી ભરેલો હતો. નકશામાં કેટલાંક ગામનાં નામ ગ્રીકમાં પણ લખેલાં હતાં. હવે ગ્ાૂગલ ટ્રાન્સલેટ ખોલવાનું પણ શક્ય ન હતું, એટલે અમે ત્ો પછીના ગામનો આઇકન જ કિલ્લા જેવો દેખાયો એટલે ત્ો તરફ ગાડી મારી મૂકી. બધી ભીડ જાણે મોનોલિથોસમાં જ પાછળ છૂટી ગઈ. રસ્તામાં તો અમારી ગાડીન્ો કોઈ દેખાયું નહીં. ત્ો પછી રોડ સાઇન્સ પણ ઘણી વાર ગ્રીકમાં જ આવતી.
આખરે ક્રિટિનિયા ગામની હદ ચાલુ થઈ અન્ો અમન્ો થોડાં ઘરો અન્ો સરખો ગ્રીક રહેણાક વિસ્તાર જોવા મળ્યો. ટેરેઇન હજી પણ અહીં ખડકાળ જ હતી, પણ ગામમાં ક્યાંક ગ્ોરેજ, ક્યાંક એસી રિપ્ોર સર્વિસ દેખાયાં, થોડાંક રેસ્ટોરાં અન્ો બ્ોડ એન્ડ બ્રેકફાસ્ટ તરીકે ચાલતા એપાર્ટમેન્ટ પણ દેખાયા. ક્રિટિનિયા આવતાંની સાથે જ જાણે અમે સિવિલાઇઝેશનમાં પાછાં ફર્યાં હોઇએ એવું પણ લાગ્યું. બાકી તો અમે જાણે ‘ડ્યુન’ ફિલ્મના સ્ોટ પર જ રણ અન્ો દરિયા વચ્ચે આંટા મારતાં હોઈએ એવું લાગતું હતું. જોકે ક્રિટિનિયામાં આવતાં જિયોગ્રાફી પણ જાણે બદલાઈ ગઈ હતી. અહીં તો પાઇનનાં વૃક્ષો ટેકરીઓન્ો ઘેરી રહૃાાં હતાં. ક્રિટિનિયાનો કિલ્લો પણ એક હિલ પર છે અન્ો આ રોડોસનો પાઇનનાં જંગલવાળો વિસ્તાર છે. સાઉથમાં આમ તો ટૂરિસ્ટ અમારી જેમ એકાદ દિવસ આંટો મારવા જ આવે છે, પણ જો લાંબું રોકાવાની ઇચ્છા થઈ જાય તો ક્રિટિનિયા આવી શકાય. અહીં ટાવર્ન અન્ો હોટલ્સ પણ હતી.
કિલ્લાનું સ્ોટિંગ બરાબર મોનોલિથોસ પ્રકારનું જ હતું, એટલું જ નહીં, અહીં પણ એક અવાવરુ શી ટિકિટબારી હતી. અહીં તો ટિકિટબારી પણ ખંડેરના એક રૂમમાંથી બનાવવામાં આવેલી એટલે ત્ોન્ો પણ કોઈએ બ્ો વર્ષથી નહીં પણ બસો વર્ષથી અવાવરુ મૂકી હોય ત્ોવું લાગતું હતું. અહીં ઠેર ઠેર ગ્રીક વસંતનાં ફૂલો ઊગ્ોલાં. દરિયાનો તો અહીં પણ એ જ મિજાજ અન્ો રંગો હતા. હવે જાણે ત્ોની આદત પડી ગઈ હતી. ક્રિટિનિયાનો કિલ્લો વધુ રેસિડન્સ ફ્રેન્ડલી લાગતો હતો. કોઈ સમયે ત્ોન્ો વિનિશિયન પ્ોલેસ સ્ટાઇલમાં બનાવવામાં આવેલો. સ્પષ્ટ છે કે ત્ો કિલ્લો મોનોલિથોસ કરતા વધુ મોટો હતો. કિલ્લાનાં ત્રણ તો લેવલ હતાં. દરેક લેવલનો અલગ ગ્રાન્ડ માસ્ટર હતો. ક્રિટિનિયાના વસવાટનો ઇતિહાસ પણ મોનોલિથોસ કરતાં વધુ સારી રીત્ો રેકોર્ડ કરવામાં આવેલો.
ક્રિટિનિયાથી નીકળીન્ો અમે ત્ોના જ વ્યુવાળા, નજીકની ટેકરી પરના કાફે પર ગોઠવાયાં. હજી સાઉથ રોડોસમાં ઘણા અનુુભવો બાકી હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.