Saroj Khanએ સુશાંત વિશે શું કહ્યું હતું? તેમની દીકરીએ કર્યો ખુલાસો

ફિલ્મી ફંડા

Mumbai: બોલીવૂડના દિવંગત કોરિયોગ્રાફર સરોજ ખાનની દીકરી સુકૈનાએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી જે ચર્ચાનું કારણ બની રહી છે. તેણે પોતાની માતા સરોજ ખાનના છેલ્લા ક્ષણોની વાતો જાહેર કરી છે. તેમાં સુકૈનાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું હતું કે સરોજ ખાન સુશાંત સિંહ રાજપુત વિશે વાતો કરતા હતાં.

સુકૈનાએ જણાવ્યું હતું કે, મારી મમ્મી સોશિયલ મીડિયા ખૂબ જ પસંદ કરતી હતી. તે ઈન્સ્ટાગ્રામ- ફેરબુક પર પોતાના ચાહકો સાથે ટચમાં રહેતી હતી. તે ઘણી વાર મારી પાસેથી પોસ્ટ અને વીડિયો પોસ્ટ કરાવતી હતી.

મને આજે પણ યાદ છે તેમની છેલ્લી પોસ્ટ સુશાંત વિશે હતી. સુશાંતના અચાનક મોતથી તેને આઘાત લાગ્યો હતો. તે સુશાંત વિશે લોકો સાથે વાત કરવાની ઈચ્છા રાખતી હતી.

એમાં તેમણે લખ્યું હતું કે, સુશાંત, મેં તારી સાથે ક્યારેય કામ નથી કર્યું, પણ આપણી મુલાકાત ઘણી વાત થઈ છે. તારા સાથે એવું તે શું થયું, એક વાર કોઈ વડીલ સાથે વાત કરવી જોઈતી હતી. તેઓ તને ખુશ રહેવામાં મદદરૂપ સાબિત થાત. હું નથી જાણતી કે અત્યારે તારા વડીલ અને બહેનો પર શું વિતી રહી હશે. ભગવાન તેમને દુખ સહન કરવાની તાકાત આપે. ઈશ્વર તારી આત્માને શાંતિ આપે અને અમે તો તને હંમેશા પ્રેમ કરતા રહીશું. RIP.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.