સેનામાં અગ્નિવીરોની ભરતી માટે નોટિફિકેશન જાહેર! જુલાઇથી શરૂ થશે રજિસ્ટ્રેશન, એક ક્લિકમાં જાણો સંપૂર્ણ માહિતી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજનાને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે ત્યારે ભારતીય સેનાએ અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. એ અનુસાર જુલાઇથી રજિસ્ટ્રેશનની શરૂઆત થશે. નોટિફિકેશન અનુસાર આમાં આઠમા અને દસમા ધોરણ પાસ વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે છે. નોટિફિકેશનમાં યોગ્યતા માટેની શરતો, વેતન-ભથ્થાથી લઇને સર્વિસ રૂલ્સની માહિતી છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે joinindianarmy.nic.in પર વિઝિટ કરવાનુ રહેશે. અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે.

સેનાએ સ્પષ્ટતા કરી છે કે અગ્નિવીર સેનામાં એક અલગ રેન્ક હશે. પાંચ ગ્રેડમાં ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ગ્રેડ છે અગ્નિવીર જનરલ ડ્યૂટી, અગ્નિવીર ટેક્નિશિયન, અગ્નિવીર કલર્ક, અગ્નિવીર ટ્રેડ્સમેન (દસમુ ધોરણ પાસ), અગ્નિવીર ટ્રેડ્સમેન (આઠમુ ધોરણ પાસ).

ભરતી માટે આ હશે યોગ્યતા

જનરલ પદો પર ભરતી માટે કેન્ડિડેટ દસમા ધોરણમાં ઓછામાં ઓછા 45 ટકા માર્ક્સથી પાસ થયેલા હોવા જોઇએ.ટેક્નિકલ એવિયેશન અને એમ્યૂનેશન પદો માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને ઇન્ગલિશમાં 50 ટકા સાથે બારમુ ધોરણ પાસ હોવા જોઇએ.
ક્લર્ક/સ્ટોરકીપર પદો માટે કેન્ડિડેટ કોઇપણ સ્ટ્રીમથી ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે બારમુ પાસ હોવા જોઇએ. અંગ્રેજી અને મેથ્સમાં 50 ટકા હોવા જરૂરી છે.

ટ્રેડ્સમેનના પદો પર દસમુ અને આઠમા ધોરણ પાસની અલગ અલગ ભરતી કરવામાં આવશે. બધા સબ્જેક્ટ્સમાં 33 ટકા ફરજિયાત છે.
તમામ પદો પર નિમણૂક માટેની ઉંમર 17.5 વર્ષથી 23 વર્ષ નક્કી કરવામાં આવી છે. અગ્નિવીરોના પદો પર નિમણૂક કરાયેલા ઉમેદવારોને પહેલા વર્ષે 30,000, બીજા વર્ષે 33,000, ત્રીજા વર્ષે 36,500 અને ચોથા વર્ષે 40,000 રૂપિયા પ્રતિ મહિના વેતન મળશે. આ સાથે સેવા મુક્તિના સમય પણ ભંડોળ આપવામાં આવશે.

1 thought on “સેનામાં અગ્નિવીરોની ભરતી માટે નોટિફિકેશન જાહેર! જુલાઇથી શરૂ થશે રજિસ્ટ્રેશન, એક ક્લિકમાં જાણો સંપૂર્ણ માહિતી

  1. પૈસા માટે ભલ ભલા ની વિચાર ધારા બદલાઈ જાય છે. કોઈ સારા રસ્તે જાય છે તો જવા દો ને ભાઈ!

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.