‘લિટ્ટેલ માસ્ટર ના પગલે પગલે’
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીની મેચમાં કમાલની બેટિંગ કરી હતી. ગોવા વતીથી પોતાનું ડેબ્યુ કરતા અર્જુને શાનદાર સદી ફટકારી હતી.
અર્જુને 179 બોલમાં શાનદાર શતક ફટકાર્યું હતું. રણજી ટ્રોફીમાં ગોવા અને રાજસ્થાનની મેચ રમાઈ રહી છે, જેમાં 23 વર્ષના અર્જુને ડેબ્યુ કર્યું હતું. સાતમા ક્રમે બેટિંગમાં આવેલા અર્જુન તેંડુલકરે શાનદાર બેટિંગ કરીને વિરોધી ટીમને જોરદાર ટક્કર આપી હતી. અર્જુને 178 બોલમાં સદી કરી હતી, જેમાં 12 ચોગ્ગા અને બે છગ્ગા માર્યાં હતા. ઉપરાંત, 26 સિંગલ અને સાત ડબલ રન લીધા હતા.
અર્જુને 56ના સ્ટ્રાઈક રેટથી રમતા રાજસ્થાનના દરેક બોલરને ટક્કર આપી હતી. અર્જુને આ ઈનિંગમાં સુયશ પ્રભુદેસાઈની સાથે 200થી વધુ રનની પાર્ટનરશિપ કરી હતી, જ્યારે બંનેએ 333 બોલમાં 200 રન કર્યા હતા. અગાઉ સચિન તેંડુલકરે પંદર વર્ષની ઉંમરે સેન્ચ્યુરી ફટકારી હતી.