મુંબઈઃ પિતા સચિન તેંડુલકરની છોટે માાસ્ટર બ્લાસ્ટર અર્જુન તેંડુલકરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે અને આવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે તેની પાછળનું કારણ પણ મજબૂત છે, જેના વિશે આપણે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ.
રણજી ટ્રોફીમાં અર્જુને દમદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. મુંબઈ તરફથી રમવાની તક ન મળતાં તેણે ગોવા તરફથી રમવાનું નક્કી કર્યું હતું. અર્જુનનો આ નિર્ણય તેની તરફેણમાં રહ્યો હતો. શાનદાર સેન્ચ્યુરી ફટકારીને છોટે ઉસ્તાદે પિતાની જેમ જ લોકોને તેની બેટથી જવાબ આપવાનું પસંદ કર્યું છે.
રહી વાત અર્જુનની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીની તો એનું એવું છે કે બીસીસીઆઈ દ્વારા હાલમાં જ પાંચ સદસ્યની સિલેક્શન કમિટીની નિમણૂંક કરવામાં આવી છે અને આ પાંચમાંથી એક સદસ્ય છે સુબ્રતો બેનર્જી. આ સુબ્રતો બેનર્જી અર્જુનના કોચ રહી ચૂક્યા છે. તેથી તેની ટીમ ઈન્ડિયામાં સરળતાથી એન્ટ્રી થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સુબ્રતો બેનર્જીએ ટીમ ઈન્ડિયાનું ટેસ્ટ ક્રિકેટ ટીમમાં પ્રતિનિધિત્વ કર્યું હતું.
1989-90માં ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. આ જ મેચ સુબ્રતોના કરિયરની પહેલી અને છેલ્લી મેચ બની ગઈ હતી. ત્યાર બાદ તેને ક્યારેય ટીમમાં સ્થાન નહીં મળ્યું.
છોટે માસ્ટર બ્લાસ્ટરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી પાકી?
RELATED ARTICLES