મલાઈકા સાથે પેરિસમાં સુપર રોમાન્ટિક બર્થડે સેલિબ્રેટ કરશે અર્જુન કપૂર

ફિલ્મી ફંડા

Mumbai: બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર 26 જૂનના તેનો 37મો બર્થડે સેલિબ્રેટ કરવા જઈ રહ્યો છે. જોકે, આ વખતે તે પોતાનો બર્થ ડે ગર્લફ્રેનડ સાથે મુંબઈથી દૂર પેરિસમાં રોમાન્ટિક અંદાજમાં ઉજવશે એવી ખબર સામે આવી રહી છે. તાજેતરમાં બંને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં. બંને અર્જુનના બર્થડે ઉજવવા અને રિફ્રેશ થવા માટે મીની વેકેશન પર જઈ રહ્યા છે.
નોંધનીય છે કે મલાઈકા તેના બોયફ્રેન્ડને સ્પેશિયલ ફીલ કરાવવામાં કોઈ કસર બાકી રાખતી નથી. બંનેના સંબંધોની ચર્ચા છેલ્લાં ઘણા સમયથી થઈ રહી છે અને વારંવાર તેઓ કોઈને કોઈ કારણથી ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.