અર્જુન બિજલાની નું રણબીર કપૂર સાથે છે મજબૂત કનેક્શન-અભિનેતાએ બન્નેના સંબંધ વિશે કર્યો ખુલાસો

ફિલ્મી ફંડા

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. એક તરફ રણબીર ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે. રણબીર કપૂરની ફિલ્મ શમશેરા સતત ચર્ચામાં છે. રણબીર હાલમાં તેની ફિલ્મ ‘શમશેરા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. દરમિયાન, અભિનેતાએ એક શો દરમિયાન ટીવી અભિનેતા અર્જુન બિજલાની સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કર્યો છે.
રણબીર કપૂર પોતાની ફિલ્મ ‘શમશેરા’ના પ્રમોશન માટે ટીવી શો ‘સન્ડે વિથ સ્ટાર પરિવાર’માં તેની કો સ્ટાર વાણી કપૂર સાથે પહોંચ્યો હતો. શોમાં રણબીર અને શોના હોસ્ટ અર્જુન બિજલાનીએ ખૂબ મસ્તી કરી હતી. એ સમયે રણબીર કપૂરે ખુલાસો કર્યો હતો કે ટીવી એક્ટર અર્જુન બિજલાની તેનો સહપાઠી એટલે કે ક્લાસમેટ રહી ચુક્યો છે. શોના હોસ્ટ અર્જુન બિજલાનીના વખાણ કરતા રણબીર કપૂરે કહ્યું કે લોકો આ વાત નથી જાણતા પરંતુ અમે એકબીજાને બાળપણથી ઓળખીએ છીએ. અમે એક જ શાળામાં, એક જ વર્ગમાં હતા. એટલું જ નહીં, અમે ફૂટબોલના એક જ હાઉસ રેડ હાઉસમાં હતા. અભિનેતાએ વધુમાં કહ્યું કે જ્યારે અમે અમારી શાળાના કોઈ મિત્ર ને મળીએ છીએ ત્યારે ખૂબ જ સારું લાગે છે. એ જ જૂની મઝા અને ખુશી અનુભવાય છે.
રણબીર કપૂરે મુંબઈની બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તે શરૂઆતથી ફૂટબોલ રમતો હતો અને આજે પણ રમે છે. તેણે એચઆર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં પણ અભ્યાસ કર્યો અને પછી ફિલ્મોની યોગ્યતાઓ શીખવા ન્યૂયોર્ક ગયો.અર્જુન બિજલાનીની વાત કરીએ તો તેણે પણ મુંબઈની બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. આટલું જ નહીં, બંનેની કોલેજ પણ એક જ હતી. અર્જુને એચઆર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં જ અભ્યાસ કર્યો છે. છે. નોંધનીય છે કે અર્જુન બિજલાનીના પિતા પ્રખ્યાત બિઝનેસમેન રહી ચૂક્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.