અરજણદાસનું યોગવિદ્યાકેન્દ્રી અનુભવજગત (ર)

ધર્મતેજ

ભજનનો પ્રસાદ -બળવંત જાની

અરજણદાસે રચેલી અગમની અનુભૂતિનો પરિચય કરાવતી રચનાનાં છ પ્યાલા અવલોક્યા અને એનું અર્થઘટન સમજેલું. હવે સાતમા પ્યાલાથી રચનાને આસ્વાદીએ.
સાતમો પ્યાલો શરીરમાં, જલ વિના પાંચ જતિ,
ત્રાજવાં લઈને તોળજો,
મારા રામ શું રાખો એકમતિ,
મુક્તિ, સુગતિ, માગજો મુખે રાખજો એક મતિ,
એવા વચન વા’લા રાખો રે,
રાખો હરિશીષ્ા વડી.. એવો પ્યાલો…૭
આઠમો પ્યાલો ઉગિયો, મારે સોળે ઉગ્યા સૂર,
ગગનમંડળમાં મેહુલા ગરજે,
જયાં નામ ને પ્રકાશ છે નૂર,
અખંડ ધારે વરસિયા, મારે ભર્યા મોતી ભરપૂર,
એવી ઉપત્ત અમને આપી રે,
થાપી ગુરુએ દેહમાં થડી… એવો પ્યાલો…૮
નવમે પ્યાલે નામની અમને,
સતગુરુએ આપી છાપ,
જોણીએ(યોનિ) સૌ જન્મ્યા,
અને અજોણી (યોનિ વગર) જન્મ્યા આપ,
ઓળે(ચરણે) આવ્યાને ઉગારજો,
બાનું જાણીને બાપ,
એવું બાનું ગ્રહીને બેઠા રે ધ્રુવ,
અમૃત ને અંતરમાં ઘડી.. એવો પ્યાલો…૯
દશમે પ્યાલે દેહમાં અમને,
સ્વર્ગાપુરીની શેરીએ, સાચાં છે સતગુરુનાંં ધામ,
અણીકાર ગાદી ઉપરે, એક નરા કેવળ છે નામ,
એ નામથી ત્રોટા નાવે રે, ગુરૂએ મારે મારી અડી..
એવો પ્યાલો…૧૦
અગિયારમા પ્યાલા આગળે,
મેં કીધી વિનંતી કરોડ,
ચોરાશીના ફેરા મટાડો શામળા રે,
મારી સતગુરુ બંધી છોડ,
કરોડ ગુના કીધા કેશવજી, મારી ત્રિકમ ફાંસી તોડ,
એવા સતગુરુ ખાનને સ્મરી રે, રાવું કરે પાયે રડી.. એવો પ્યાલો…૧૧
બારમે પ્યાલે વખત બેઠા,
નોખા નથી દીનાનાથ,
જાળી અજાળી ઉતારજો,
સતગુરુ રહેજો મારે સાથે,
ઓળે(ચરણે) આવ્યાને ઉગારજો, હરિ ગરાવજો હાથ,
એવી મુક્તિ મેં માગી રે,
ગુરુજી તમારી નોબત ગળી..
એવો પ્યાલો…૧ર
તેરમે પ્યાલે ત્રિકમજી તમને, તમે નર ને નાર,
ઈચ્છે તેને આલજો, ભરજો અખૂટ ભંડાર,
સુખ આપોને શામળા, મારી,
પૂરો ને હૈયાની હામ,
એવા ભગવંત ભીડે રહેજો રે,
મારી ગુરુએ દેહમાં અડી.. એવો પ્યાલો…૧૩
ચૌદમે પ્યાલે સતગુરુએ, કળા બતાવી શાન,
ચિત્રોડ દ્વારો સાહેબ ત્રિકમનો,
એમ ખોળી બતાવ્યા ખાન,
અયોધ્યાપુરીથી આવજો,
મારી રંજની બતાવવા રામ,
એવી રામથી લગની લાગી રે,
એમ ઘટોઘટ બોલે ઘડી.. એવો પ્યાલો…૧૪
પંદરમો પ્યાલો પંદર તિથિનો, સ્મરે તેને સાંય,
ચૌદ લોક સમજી લેજો,
મૂળ વચન છે પ્યાલાની માંય,
આ પ્યાલો અમર પુરુષ્ાનો,
આવ્યો મૃત્યુલોકની માંય,
એ પ્યાલો જે પીશે રે, પીશે તેને ખબર
ખરી… એવો પ્યાલો…૧પ
સોળ મતિકા શ્યામ હે, મતિ સોળમાં રામ,
સવા સોળમાં સમજી લેજો,
મારે ખરી મૂડી છે ખાન,
રજને ચરણે દાસ અરજણ બોલ્યા, જેને લાગ્યાં વ્રેહનાં બાણ,
એવા નામના બાણ લાગ્યાં રે, ઘાયલ વસિયત જીવે નહીં ઘડી.. એવો પ્યાલો…૧૬’
સાતમા પ્યાલે શરીર એ એકમતિ, મુક્તિ માગીને પછી એ સુગતિની સ્થિતિની પ્રાપ્તિની વિગતો છે. ગુરુના વચને સિદ્ધિ એમના બહુ મોટાં વડેરા-આશીષ્ા પ્રાપ્ત થયાં તેનું
આલેખન છે.
આઠમો પ્યાલો સાધનાક્રિયાથી બ્રહ્માકાશમાં પ્રાપ્ત તેજની વિગતથી સભર છે. સંભવત: ષ્ાડ્ચક્ર ભેદન સાધનાક્રિયા પછીની અનુભૂતિનું આલેખન અહીં થયેલું અવલોક્વા મળે છે.
સાધકની પોતાની નામ-મોહ છુટી જાય એવી ઓળખ, ગુરુ દ્વારા એમની કૃપાથી જ પ્રાપ્ત થતી હોય છે. મનુષ્ય તો યોનીજ-યોનીથી-જન્મેલો છે. ગુરુકૃપાથી જ ઉગરવાનું બને એનું આલેખન નવમા પ્યાલામાં નિર્દેશાયેલુંં અવલોક્વા મળે છે.
સદગુરુએ સ્વર્ગની સફર કરાવી. દેહમાં જ દેવત્વ છે. નામ જાપ અને ધ્યાન નાસિકાગ્ર ભાગે ધરવાથી, એ સ્થાનકે કે જયાં પરમનો નિવાસ છે. ગુરુએ કપાળમાં અંગુઠો રાખીને શક્તિપાત ર્ક્યો એ ક્રિયા કારણથી જે અનુભૂતિ થઈ એનું આલેખન દશમી તિથિના પ્યાલે થયું છે.
અગિયારમે પ્યાલે હવે દેહ ગુરુને વિનંતી કરે છે કે મારે પુન: ચોર્યાશી લાખ યોનીમાં જન્મ નથી લેવો. મારો આવા-ગમનને ફેરો મટાડો, એનું આલેખન ખાનગુરુને સ્મરીને કરતા જોવા મળે છે. બારમા પ્યાલામાં ગુરુનું શાશ્ર્વત આસન તખત પર છે. ત્યાંથી હે ગુરુદેવ તમે હંમેશા મારી સાથે રહેજો, સાધના-ઉપાસના ક્રિયા વખતે તમે મારો હાથ પકડી રાખજો એવી મુક્તિની મેં માંગણી કરી છે.
તેરમે પ્યાલે અજાતિપણાની અનુભૂતિનું આલેખન છે. તમે જ નર-નારી-નારાયણ છો. હે પરમેશ્ર્વર શામળાજી તમે મારી ભીડે-સ્મરણે રહેજો અને મારી હૈયાની ઝંખના પૂર્ણ કરજો.
ચૌદમા પ્યાલામાં પોતાને આ સાધનામાર્ગે વાળનારા ચિત્રોડના ત્રિકમસાહેબ તથા એમણે ખોળીને બતાવેલા ખાનગુરુજીએ મને રામનામ જાપની લગની લગાડી અને એ નામજાપથી જ અજપા-જાપના ફળ રૂપે મારા ઘટેઘટમાં-અંગાંગમાં તમારો અવાજ સાંભળી શકું છું.
પંદરમા પ્યાલામાં આ પ્યાલામાં તિથિ સંખ્યાક્રમે મુકેલી વિગતો ચૌદલોક, મૂળ આદ્ય વચન, અમરત્વને પ્રાપ્ત કરેલા ગુરુજને મૃત્યલોકમાં પ્યાલો મને પાયો. જે કોઈ આનું પાન કરશે એને આ ગુપ્ત રસપાનનો માર્ગ મળશે. એવું નિરૂપણ કરેલ છે.
સોળમા અંકમાં મતિનું નિરૂપણ છે. ખરી મૂડી તો ગુરુ ખાનસાહેબ છે. એને ચરણે દાસ અરજણ ગાય છે કે જેમને આ નામનું બાણ લાગ્યું હોય એ ઘાયલ આત્માનો જીવ બીજે ક્યાંય ચોંટે નહીં. ગુરુએ પ્યાલા રૂપે જ્ઞાનનું-સાધનાનું રસપાન કરાવ્યું અને પીધાની સાથે જ ખ્યાલ આવી ગયો કે આ તો આત્મસાક્ષ્ાાત્કારનો માર્ગ છે. અરજણદાસ મોટા સાધક હોવાનું, સાધનારત હોવાનું પ્રમાણ એમની આ પ્યાલો ભજન રચના છે. પ્યાલા ભજનમાંથી દ્રવે છે અરજણદાસના સાધનાધારાના સોપાન, ધ્યાન, ધારણ, છચક્રભેદ અને નામજાપ, નાસિકાગ્રભાગે દર્શન-દૃષ્ટિ જેવા ક્રિયાકલાપો એમાં સ્થાન પામેલા છે.
રવિ-ભાણ પરંપરામાં હરિજનસંતોમાં અરજણદાસ સાધક તરીકે, સાધનારતને થતી અનુભૂતિના આલેખક તરીકે અવલોક્વા મળતા સિદ્ધ સંત મને જણાયા છે. એમની સાધનાયાત્રાના સોપાન તરીકે પ્યલો રચના ભારતીય દર્શનનું તળપદું રૂપ છે. એ અત્યંત રોચક, પ્રેરક અને પોષ્ાક પણ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.