આઈપીએલ 16ની ગઈકાલે ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને આ આરંભમાં યોજાયેલા રંગારંગ કાર્યક્રમની અનેક વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આવી જ અનેક ક્લિપ્સમાંથી એક એવી અને હૃદયને સ્પર્શી ગયેલી ક્લિપ એટલે અરિજિત ફેન મોમેન્ટ…
વાત જાણે એમ છે કે આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં અરિજિતે પોતાના સુમધુર કંઠથી ચાર ચાંદ લગાવી દીધા હતા. પોતાના ધૂંઆધાર પર્ફોર્મન્સથી લોકોના દિલ જિતી લેનારા અરિજિત સિંહે સ્ટેજ પર કંઈક એવું કર્યું કે તેના ચાહકો તેની સામે નતમસ્તક થઈ જશે…
વિસ્તારથી વાત કરવાની થાય તો સાઉથની સુપર સ્ટાર અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાના પર્ફોર્મન્સ પૂરું થયું એટલે તરત જ એમએસ ધોની સ્ટેજ પર પહોંચ્યો હતો. માહીને સ્ટેજ પર જોઈ અરિજિત સિંહે તેના પગે પડ્યો હતો. અરિજિતનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
ધોનીના ચાહકો અરિજિત સિંહના બે મોઢે વખાણ કરી રહ્યા છે અને ધોની અને અરિજિત સિંહનો ફોટો પણ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ચેન્નઈ ભલે પહેલી મેચ હારી ગયું હોઈ પણ અરિજિત સિંહનું મન ચેન્નઈએ જિતી લીધું છે એ વાત તો દીવા જેવી સ્પષ્ટ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં રણવીર સિંહે અરિજિત સિંહની ગાયકીના વખાણ કરતી પોસ્ટ ટ્વીટર પર કરી હતી અને તેમાં તેણે ભરભરીને અરિજિત સિંહના અવાજના વખાણ કર્યા હતા. તમે પણ ના જોયો હોય તો આ વીડિયો જોઈ લો અહીં એક ક્લિક પર…
Yesterday Highlight
ARIJIT SINGH × MS DHONI #IPLonJioCinema #ArijitSingh #MSDhoni pic.twitter.com/CfloE64eTJ— 🎗️𝙀𝙡 𝙍𝙤𝙮 ᴀꜱ ʟᴏᴠᴇʀ🎗️ (@EL_Roy_AS) April 1, 2023