કતારમાં રમાઈ રહેલાં ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આજે ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાનારી મેચ ખરેખર રોચક સાબિત થશે. એટલું જ નહીં આજે આર્જેન્ટિના પાસે ફ્રાન્સ સામેની પોતાની હારનો બદલો લેવાનો સારો મોકો છે.
ફ્રાન્સે સેમિફાઈનલમાં મોરોક્કોને 2-0થી પરાભવ આપ્યો હતો અને એ જ સમયે લિઓનેલ મેસ્સીના નેતૃત્ત્વ હેઠળ આર્જેન્ટિનાની ટીમે 3-0 ક્રોએશિયાને હરાવ્યું હતું અને આજે ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચેની મેચ ફુટબોલપ્રેમીઓ માટે રોમાંચક સાબિત થશે. આ મેચમાં એમબાપ્પે અને લિઓનેલ મેસ્સી જેવા ખેલાડીઓ લડતા જોવા મળશે.
2018ના ફૂટબોલ વર્લ્ડકપમાં પણ ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે મેચ યોજાઈ હતી અને એ સમયે ફ્રાન્સે આર્જેન્ટિનાને 4-3થી હરાવ્યું હતું. ફ્રાન્સે કરેલાં ચાર ગોલમાંથી બે ગોલ કિલિયન એમબાપ્પેએ બે ગોલ કર્યા હતા.