કતારઃ ફિફા વર્લ્ડકપમાં પ્રી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટિનાએ ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. શનિવારે મોડી રાતના રમાયેલી મેચમાં આર્જેન્ટિનાએ ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું હતું, જ્યારે હવે નવમી ડિસેમ્બરના ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડ સામે આર્જેન્ટિના રમશે.
મેચમાં આર્જેન્ટિનાના સુકાની લિયોનલ મેસીએ શાનદાર ગોલ કરીને પોતાની ટીમને દસમી વખત વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન અપાવ્યું હતું. મેસીની આ 1000મી મેચ હતી, જેમાં તેણે ગોલ કરીને આ મેચને યાદગાર બનાવી લીધી હતી. મેચમાં વિજય પછી મેસીએ કહ્યું હતું કે આજની મેચનો એક અદભૂત અહેસાસ હતો. અમે બધા લોકો આ પળોને શેર કરીને ખૂબ ખુશ થયા છીએ. મને ખબર છે કે ચાહકો દરેક મેચમાં અહીં આવવા માટે કેટલી હદેના પ્રયાસ કરતા હોય છે. હું તો ઈચ્છતો હતો કે આખું આર્જેન્ટિના અહીં હોવું જોઈતું હતું, પણ શક્ય નથી.
કહેવાય છે કે મેસીનો આ વર્લ્ડકપ છેલ્લો છે, ત્યારે સારી યાદોની સાથે વર્લ્ડકપમાંથી વિદાય લેવા ઈચ્છે છે.
ઓસ્ટ્રેલિયા સામેની પહેલી મેચમાં મેસીએ ગોલ કર્યો હતો, ત્યાર બાદ બંને ટીમના ખેલાડીએ પહેલા હાફમાં ગોલ કરી શકી નહોતી, બીજા હાફમાં 57મી મિનિટમાં આર્જેન્ટિનાએ ગોલ કર્યો હતો, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વતીથી 77મી મિનિટમાં ગોલ કર્યો હતો, પરંતુ અંતે હારનો સામનો કરવો પડ્યો હતો.