Homeપુરુષતમારામાં મસ્તી ફેક્ટરની કમી છે?

તમારામાં મસ્તી ફેક્ટરની કમી છે?

પ્રાસંગિક – નિધિ ભટ્ટ

મનુષ્ય સામાજિક પ્રાણી છે. એટલે સ્વભાવિક રીતે સમૂહમાં રહેવાનું પસંદ કરે છે, પણ જો તમને લોકો વચ્ચે રહેવું પસંદ ન હોય અથવા લોકોને તમારી સાથે રહેવું પસંદ ન હોય એ તમારા નીરસ વ્યક્તિત્ત્વની નિશાની છે. પરિવાર, મિત્રો શૈક્ષણિક કે વ્યવસાયિક સાથીઓ વગેરે પણ મનુષ્યના વર્તુળનો એક ભાગ હોય છે. લાખ પ્રયત્ન અને ઈચ્છા છતાં તમને કોઈ મિત્ર નથી મળી રહ્યો? તમારું કોઈ મિત્રોનું ગ્રુપ પણ ન હોય તો તમારામાં પણ કૈંક કમી હોઈ શકે છે. જી હા, તમારામાં પણ હોઈ શકે છે ‘મસ્તી ફ્રેકટર’ની કમી અને તમે બોરિંગ હોઈ શકો છો! જો કોઈને તમારી સાથે આનંદ ન આવતો હોય તો એ તમારી સાથે રહેશે શું કામ? વ્યક્તિ એવી વ્યક્તિની સાથે રહેવાની કોશિશ કરે છે કે જેની સંગાથે ખુશ રહી શકે અને હસી શકે. એટલે એ જાણી લો કે કયાંક તમે બોરિંગ તો નથી.
હંમેશાં બીબાંઢાળ કામ
ઘણા લોકો એવા હોય છે જે હંમેશા બીબાંઢાળ કામ જ કરે અને ક્યારેય તેમાંથી બહાર જ ન આવે, તો તેઓ બોરિંગ હોય છે. જેમકે, એક જ બ્રાન્ડનું શર્ટ લેવું અથવા હંમેશાં એક જ પ્રકારનું ભોજન આરોગવું; સુધી મોટી વાત, આવા લોકોને કોઈ ગમે તે કહે, પણ તેઓ બદલાતા નથી. લોકો તમારી આસપાસ રહેવાથી બચશે, કારણ તમે એમની સાથે એડ્જસ્ટ નહીં કરી શકો.
તમે ટીવી વધારે જુઓ છો?
એક સર્વેક્ષણમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે તમે બોર લોકોની શું ખાસિયત જોઈ? તો તેમાં ઊંઘવાનું અને જાનવરોને જોવા સાથે ટીવી જોનારાને પણ બોરિંગ માનવામાં આવ્યા છે.
તો શું તમને પણ ટીવી જોવું પસંદ છે? જો હા, તો તમે બોરિંગ હોઈ શકો છો.
પોતાને ઓળખો કે તમે બોરિંગ છો?
કદાચ તમે એટલા મજેદાર નથી કે લોકોને તમારી સાથે મજા આવે. કેટલીક ટિપ્સ જાણો
તમે બહુ બોલકા છો
તમે બોલો છો એ ઠીક છે પણ બહુ બોલો છો તો પણ ઠીક છે, પણ બહુ નહિ બહુ વધારે બોલતા હો તો પણ તમે બોરિંગ છો, જ્યારે લોકો વધારે પડતું બોલે છે ત્યારે નકામી વાતો વધારે કરે છે. આ નકામી વાતો લોકોને બોર કરે છે. દરેક વસ્તુ હદમાં સારી લાગે છે.
જો તમે હદ બહાર બોલતા હો તો તે યોગ્ય નથી. લોકો તમને મળવાનું ટાળશે, યાદ રાખજો.
તમે જ હંમેશાં સાચા છો.
ઘણા લોકો એવા હોય છે જે બીજાનું સાંભળતા જ નથી. પોતાના વિચારોથી ડગતા નથી, ભલેને પછી કોઈ ગમે તેટલા પુરાવા આપે. બસ, આવા લોકોની આસપાસ રહેવાનું પણ લોકોને ગમતું નથી.
આવા લોકો સાથે બેલેન્સ કરવું બહુ મુશ્કેલ હોય છે. તેને કારણે લોકો તેમનાથી દૂર ભાગે છે.

બહુ ઓછું બોલવું
જેમ પહેલા કહ્યું તેમ બધું એક હદમાં સારું લાગે. હદથી વધારે પણ નહીં, અને હદથી ઓછું પણ નહીં. અર્થાત્ કે એટલું ઓછું પણ ન બોલો કે લોકો તમારો અવાજ સાંભળવા તરસી જાય. તમે લોકોની વચ્ચે રહીને પણ જો એટલું ઓછું બોલતા હો, કે ખબર ન પડે કે તમે છો કે નહીં, તો તે પણ યોગ્ય નથી. લોકોનું જો તમારા ઉપર ધ્યાન જ ન જાય તો તમે બોરિંગ જ લાગશો. જો તમે હા કે ના માં જ જવાબ આપતા હો તો લોકો તમારી સાથે વાત જ શું કરશે?
કોની સાથે કેમ વાત કરવી?
તમને એ નથી ખબર કે કોની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ. જેમકે કોઈ મોટી વ્યક્તિ સાથે પણ તમે એવી રીતે વાત કરો, જેવી રીતે કોઈ ટીનેજર સાથે કરતા હો, તો ખરેખર તમારામાં સોશિયલ એટીકેટ નથી. અને સોશિયલ એટીકેટ ન હોય તો લોકો તમારી સાથે શું વાત કરશે?
તમે હસાવી નથી શકતા
તમે બિલકુલ હસાવી નથી શકતા? હા, બધા લોકો હસાવી નથી શકતા, એ વાત પણ સાચી છે, પણ બધાને થોડું ઘણું ક્યારેક તો હસાવતા આવડે જ ને? તમે એ ન કરતા હો અને તેની કોશિશ પણ ન કરતા હો, તો એ યોગ્ય નથી. ત્યારે તમે બોરિંગ જ કહેવાશો.
તમારી પાસેથી કોઈને કંઈ નવું શીખવા નથી મળતું?
તમારામાં એવી ખાસિયત નથી કે તમે તેને વિકસિત નથી કરી કે લોકો તમારી પાસેથી શીખી શકે? તો પણ તમે બોરિંગ લોકોમાંથી એક હોઈ શકો છો. હકીકતમાં જયારે લોકો તમારાથી દૂર થઇ જાય ત્યારે તમારા વિશે વિચારે છે અને સમજે છે કે તેમને તમારી પાસેથી કંઈ શીખવા જ ન મળ્યું. અથવા તમારામાં શું ખાસિયત છે? કોઈ ખાસિયત હો તો ઠીક, નહીં તો તમને તેમની પાસે કોઈ કારણ નથી. તેમને માટે તમે બોરિંગ છો અને ભૂલવા જેવા માણસ છો.
દરેક વાતમાં નકારાત્મકતા
તમે જો એવા લોકોમાં છો કે દરેક વાતમાં નકારાત્મક વાતો જ શોધે છે, તો તમે બોરિંગ જ છો. કોઈ તમને વધુ સમય સુધી સાંભળી નહીં શકે. તેમને એમ જ લાગશે કે કાશ, મેં આની સાથે વાત જ ન કરી હોત. કોઈ પણ વ્યક્તિ નકારાત્મક અનુભવવા તમારી પાસે શું કામ આવે? એક સમય પછી એ તમારાથી દૂર થઇ જશે. તેથી તમારો દૃષ્ટિકોણ સકારાત્મક બનાવવાની કોશિશ કરો, નહીં તો બધા તમારાથી દૂર ભાગશે. ઉ

RELATED ARTICLES

Most Popular