સોનું એ એકમાત્ર ધાતુ છે જેને વિશ્વના લગભગ દરેક દેશ એકઠી કરવા માંગે છે. લોકો સોના પ્રત્યે આકર્ષાય છે. મહિલાઓને સોનાનો ભારે ક્રેઝ હોય છે. લગ્ન સમારંભોમાં સોનાના દાગીના વિના તો જાણે રિવાજો અધૂરા રહી જાય એવું લાગે છે. 2023ની શરૂઆતમાં સોનું સર્વકાલીન ઉચ્ચ સ્તરને પાર કરી ગયું છે. વિશ્વ સ્તર મુજબ સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકો દુબઈથી સોનું ખરીદતા હોય છે. દુબઈમાં દેરા નામની જગ્યા છે, જ્યાં તમે ઓછી કિંમતે સરળતાથી સોનું ખરીદી શકો છો, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવી જગ્યા છે, જ્યાં તમે સસ્તું સોનું ખરીદી શકો છો, ચાલો જાણીએ કે તે કઈ જગ્યા છે…
ભારતમાં સોનાની ઘણી ખાણો નથી. દેશમાં લગભગ તમામ સોનાની આયાત કરવામાં આવે છે. આ સોનું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, HDFC બેંક, યસ બેંક, યુનિયન બેંક વગેરે જેવી કેટલીક મોટી બેંકો દ્વારા આયાત કરવામાં આવે છે.ભારતના દરેક શહેરમાં સોનાનો દર એક સરખો નથી. દેશના વિવિધ બુલિયન માર્કેટમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાની કિંમત અલગ-અલગ છે. આનું સૌથી મોટું કારણ રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા વસૂલવામાં આવતો સ્થાનિક કર છે, જે દરેક રાજ્ય અને શહેરમાં અલગ-અલગ હોય છે.
દેશમાં સૌથી સસ્તું સોનું કેરળમાં મળે છે. કેરળના કોચીન શહેરના વિવિધ જ્વેલર્સો પાસેથી તમને ઓછી કિંમતે સોનું ખરીદવાની તક મળી શકે છે.દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોમાં, પશ્ચિમ અને ઉત્તર ભારતની તુલનામાં સોનાની કિંમત ઓછી છે. કર્ણાટક અને કેરળમાં મુંબઈ કે દિલ્હી કરતાં સસ્તું સોનું છે. દિવાળી અને ધનતેરસના અવસર પર અહીંના બજારોમાં એક અલગ જ ચમક જોવા મળે છે. હીં જૂની સોનાની જ્વેલરીને નવી સાથે બદલવાનો ટ્રેન્ડ છે.સ્થાનિક બુલિયન એસોસિએશનો પણ તેમના વતી સોનાના દર નક્કી કરે છે. આ કારણે દરેક શહેરમાં સોનાના ભાવ બદલાય છે. એટલું જ નહીં, સોનાના ભાવમાં દરરોજ બે વખત ફેરફાર કરવામાં આવે છે. જે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમતોનું વલણ દર્શાવે છે.